કાર્યવાહી:જસદણના ભંડારિયા ગામમાં સરકારી જમીન પચાવી લેનારા શખ્સની ધરપકડ

જસદણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરના આદેશથી મામલતદારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ભાડલા પોલીસમાં ફરિયાદ નોંધાવી
  • કેનાલની કિંમતી જમીન પર કબજો કરી કતારગામે રહેતા ખેડૂતે આ જમીન ભાગમાં વાવવા દીધી’તી

જસદણના ભંડારીયા ગામે સરકારી જમીન પચાવી પાડનાર પાંચા ધના કાકડીયાની ધરપકડ કરાઈ છે. સરકારી ખરાબો અને કેનાલની કિંમતી જમીન પર કબ્જો કરી હાલ સુરત રહેતા મૂળ ભંડારીયાના ખેડૂતે આ જમીન ભાગમાં વાવવા આપી દીધી હતી. કલેકટરના આદેશ બાદ મામલતદારે એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ભાડલા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી.

આ બનાવમાં જસદણના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વી.આર.માકડીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીએ જસદણ તાલુકાના ભંડારીયા ગામની સીમમાં સરકારી ખરાબાની અલગ અલગ જમીનમાં પેશકદમી કરી આ સરકારી જમીન પરનો કબ્જો નહી છોડી આ સરકારી જમીન પચાવી પાડતા ફરિયાદ નોંધવા કલેકટરે હુકમ કર્યો. આ ગુનાની વધુ તપાસ ગોંડલ વિભાગના ડીવાયએસપી પી.એ.ઝાલાએ હાથ ધરી છે.

અરજદાર પુજાબેન સંજયભાઈ સોજીત્રા(રહે-હાલ રાજકોટ, જુના ગણેશનગર મેઈન રોડ કોઠારીયા ચોકડી, મૂળ ભંડારીયા ગામ, નવા પ્લોટ વિસ્તાર, તા-જસદણ) એ જસદણ તાલુકાના ભંડારીયામાં પાંચાભાઈ ઘનાભાઈ કાકડીયાએ જમીન પચાવી પાડેલી હોય, લેન્ડ ગ્રેબિંગ અધિનીયમ 2020 હેઠળ રાજકોટ જિલ્લા કલેકટરને એપ્લીકેશન ઉપર ઓનલાઈન અરજી કરી હતી.

જે અરજીની તપાસ કરવા કલેકટરે એસ.ડી.એમ. જસદણ પ્રાંતને આદેશ કરતા તપાસ કરી અહેવાલ પાઠવવા મામલતદારને હુકમ કરતા સર્કલ ઓફીસર જસદણ તથા મહેસુલી તલાટી ભંડારીયા દ્વારા સ્થળ ખરાઈ અને રેકર્ડથી ખરાઈ કરાવતા પાંચાભાઈ ધનાભાઈ કાકડીયાનાએ આ સરકારી ખરાબાની તથા કેનાલની જમીન પચાવી પાડેલ હોવાનો અહેવાલ પાઠવતા કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી લેન્ડ ગ્રેબિંગ એક્ટની કમિટીએ સરકાર પક્ષે એફઆઈઆર દાખલ કરવા હુકમ કર્યો હતો. આ જમીન ઉપર આરોપીએ પોતાના ભાગીયા લાલજીભાઈ લેવાભાઈ કાછડીયા મારફતે વાવેતર કરાવી, તેમાંથી આર્થિક ઉપાર્જન મેળવતા હોવાનું પણ સામે આવ્યું છે. ભાડલા પોલીસે ગુનો દાખલ કરી આરોપી પાંચા કાકડીયાની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...