ધરપકડ:જસદણના ભાડલા પાસે વિસ્ફોટકના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

જસદણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SOGની ટીમે રૂ.1,70,600નો મુદ્દામાલ કબજે કર્યો

જસદણના ભાડલા નજીકથી એસઓજીએ પૂર્વ બાતમીના અાધારે એક કારને અટકાવીને તલાશી લેતાં તેમાંથી ડિટોનેટર, જીલેટિન સ્ટીક્સ સહિતનો જથ્થો મળી આવ્યો હતો અને તેના આધારભૂત બીલ વગેરે તે શખ્સ રજૂ ન કરી શકતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સ રાજકોટના હડમતિયામાંથી આ જથ્થો લઇ જસદણમાં ખેડૂતોને આપવા જતો હોવાનું પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે.

રાજકોટ પોલીસ અધિક્ષક બલરામ મીણાએ રાજકોટ ગ્રામ્ય-જિલ્લામાં ગેરકાયદેસર રીતે એક્સપ્લોઝિવના વેચાણ-હેરફેર અંગે કેસ કરવા માટે સુચના આપી હતી. જેના પગલે એસ.ઓ.જી. પો.ઈન્સ એસ.એમ.જાડેજા, પો.સબ.ઈન્સ એચ.એમ.રાણા અને પો.સબ.ઈન્સ જી.જે.ઝાલા સહિતનો સ્ટાફ ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન પો.હેડ.કોન્સ. જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઈ ચાવડા, હિતેષભાઈ અગ્રાવત અને પો.કોન્સ. રણજીતભાઈ ધાધલને બાતમી મળી હતી કે એક બોલેરો ગાડી નં.GJ-4Y-1792 માં એક શખ્સ ગેરકાયદેસર રીતે એક્સપ્લોઝિવને લગતો સામાન લઈ તેની ગેરકાયદેસર રીતે હેરફેર કરવા માટે ભાડલા તરફથી રાજાવડલા ગામ તરફ નીકળવાનો છે.

જે બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે સિધ્ધરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા(ઉ.વ.32)(રહે-સુકી સાજડીયારી,તા.જી.રાજકોટ) ને અટકાવીને તલાશી લેતાં તેની પાસેથી ગેરકાયદેસર રીતે આધાર કે પરવાના વગરના એક્સપ્લોઝિવને લગતો સામાન ડીટોનેટર નંગ-500 કિ.રૂ.7500, જીલેટીન સ્ટીક નંગ-800 કી.રૂ.9600, ઈલેક્ટ્રીક વાયરનું બંચ નંગ-1 કી.રૂ.3500 અને બોલેરો ગાડી કી.રૂ.1,50,000 નો મુદ્દામાલ મળી આવતા એસ.ઓ.જી.ની ટીમે સિધ્ધરાજસિંહ જાડેજા નામના શખ્સને ઝડપી પાડી ભાડલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...