આવેદન:વડોદ પંચાયતની જગ્યામાં પેશકદમી કરનાર 4ની ધરપકડ

જસદણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચારેય શખ્સ સામે કાર્યવાહી કરવા ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું

જસદણ તાલુકાના વડોદ ગ્રામ પંચાયતના સરપંચ સહિતના સભ્યો અને ગ્રામજનો દ્વારા જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, વડોદ ગામે સરકારી દવાખાનાની બાજુમાં બિન કાયદેસર રીતે કાયદો હાથમાં લઈને ગ્રામ પંચાયતની ખુલ્લી જગ્યામાં ચારેક દિવસ પહેલા કોઈ શખ્સએ બેલા-પથ્થરો રાત્રીના સમયે નાખતા તેની જાણ પંચાયતને થતા તે બેલા અને પથ્થરો પંચાયતની જગ્યામાંથી પંચાયતના સરપંચ અને સભ્યોએ હટાવી નાખ્યા હતા.

બાદમાં વડોદ પંચાયતને જાણ થઇ હતી કે વડોદ ગામના જ માથાભારે વ્યક્તિ હરજી મેઘા સદાદીયા, વિરજી મેઘા સદાદીયા, વનરાજ મેઘા સદાદીયા તેમજ ગોરધન ઉર્ફે જોધુ સાતા શીયાળ આ ચારેય લોકોએ એક સંપ કરીને વડોદ ગ્રામ પંચાયતની ખુલ્લી જગ્યામાં પેશકદમી કરવા ફરી પથ્થરો તેમજ બેલા નાખી વડોદ ગ્રામ પંચાયતની કિંમતી ખુલ્લી જગ્યા હડપી લેવા માંગે છે. જેથી તે ચારેય લોકોને સમજાવવા જતા કુહાડી અને ધોકા વડે વડોદ ગામની દુધની ડેરી પાસે આવીને પંચાયતના સભ્ય શૈલેષ ધનજીભાઈ ભડાણીયાને જેમ ફાવે તેમ ગાળો આપીને ધોકા વડે મારવા લાગ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી .

વડોદ ગામના માથાભારે વ્યક્તિ પરબત ધુડા સદાદીયાએ પણ ધમકી આપી હતી કે થાય તે કરી લેશો. બેલા અને પથ્થરો અહીં જ રહેશે. જો કોઈ પંચાયતના સભ્યો, સરપંચ કે તલાટી હટાવવા માટે આવશે એટલે તેના હાથ-પગ ભાંગી નાખીશું તેવી ધમકી ગ્રામ પંચાયતના સરપંચ હિંમતભાઈ ડાભીને આપેલ. જેને લઈને શૈલેષ ધનજીભાઈ ભડાણીયાએ જસદણ પોલીસ સ્ટેશન ખાતે ચારે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધાવવામાં ચકચાર મચી જવા પામી હતી. વધુમાં આવેદનપત્ર આપતી વેળાએ ગ્રામજનોએ પ્રાંત અધિકારીને જણાવ્યું હતું કે, વડોદ ગ્રામ પંચાયતની કિંમતી ખુલ્લી જગ્યા આવા માથાભારે વ્યક્તિઓ દ્વારા બિન કાયદેસર રીતે કાયદો હાથમાં લઈને ગ્રામ પંચાયતના સભ્યને ધોકા વડે માર મારેલ છે.

અન્ય સમાચારો પણ છે...