તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલનની ચીમકી:ઘેલા સોમનાથના ગર્ભગૃહમાં પ્રવેશબંધી છતાં પ્રવેશ અપાતા બ્રહ્મસમાજમાં રોષ

જસદણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆત ધ્યાને લઇ ઉકેલ લાવવામાં ન આવે તો આંદોલનની ચીમકી

જસદણ નજીકના ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં કોરોનાને ધ્યાને રાખી 2 વર્ષથી બ્રાહ્મણો સાથે થઈ રહેલા અન્યાય, પૂજા કરવા મંદિરની અંદર પ્રવેશ કરવાની વહીવટી તંત્ર દ્વારા મનાઈ કરાઇ છે. સાથોસાથ પાણીનો લોટો ચડાવવાની મનાઈ કરવામાં આવેલ છે. છતાં વહીવટી તંત્ર દ્વારા મળતિયાઓને ગર્ભગૃહમાં પ્રવેશબંધી હોવા છતાં પ્રવેશ અપાતો હોવાથી જસદણ- વીંછિયાના બ્રહ્મસમાજના આગેવાનો નિમેષભાઈ શુક્લ, અશોકભાઈ ચાંવ, ભાવેશભાઈ ઉર્ફે દકાભાઈ તેરૈયા, હિરેનભાઈ પંચોલી, હિતેન્દ્રભાઈ શુક્લ, ચેતનભાઈ પંચોલી, દતુભાઈ શુક્લ, શરદભાઈ ત્રિવેદી, હરેશભાઈ શુક્લ સહિતનાએ રોષભેર જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

જેમાં જણાવ્યું હતું કે, કોવિડના કારણે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે તેવું મંદિરના સત્તાવાળા કહે છે. છેલ્લા 50 વર્ષથી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણમાં નિયમિત પૂજા કરવા આવીએ છીએ. અમો કાયદાને માન આપીએ છીએ. પરંતુ આમાં ઘણા લોકોને અંદરથી પૂજા કરવાની પરવાનગી આપવામાં આવે છે. જો તંત્રને વિશ્વાસ ન આવતો હોય તો મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે. એક બાજુ મંદિરના ગર્ભગૃહમાં મીનીસ્ટરને જવાની મનાઈ કરવામાં આવે છે જે સારી વાત ગણાય. પરંતુ આ રીતે વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે જે ખોટું છે. જેથી દાયકાઓથી ચાલી આવતી પરંપરા મુજબ કાયદાની મર્યાદામાં રહી બ્રાહ્મણોને પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...