તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:જસદણ-વીંછિયામાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે

જસદણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • PHC-CHCમાં સાધનો ખરીદવા 59 લાખની ગ્રાન્ટની ફાળવણી

જસદણ-વિંછીયા વિધાનસભા મત વિસ્તારમાં આવેલ પીએચસી અને સીએચસી કેન્દ્રો માટે લેબોરેટરીના સાધનો વસાવવા માટે કેબીનેટ મંત્રી બાવળીયાએ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ.59 લાખની પ્રથમ તબકકાની ગ્રાન્ટની ફાળવણી કરી છે. જસદણમાં આવેલ ભાડલા, જીવાપર, કમળાપુર, આટકોટ, લીલાપુર, કાનપર, કનેસરા, વડોદ અને વિંછીયામાં આવેલ ભડલી, દેવધરી, મોઢુકા, અમરાપુર, પીપરડી, છાસીયા પીએચસી કેન્દ્રો ખાતે ઓક્સીજન કોન્સન્ટ્રેટર તથા નેબ્યુલાઈઝર ફાળવવા માટે કુલ રૂ.9.52 લાખની ગ્રાન્ટ ફાળવી છે.

જસદણ ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સેલ કાઉન્ટર માટે રૂ.2.50 લાખ, બાયોમેટ્રીક એનેલાઈઝર માટે રૂ.1.25 લાખ, ઈ.સી.જી. મશીન માટે રૂ.0.50 લાખ, ડીજીટલ એકસ-રે મશીન માટે રૂ.7 લાખની ફાળવણી કરવામાં આવી છે. જયારે સાણથલી સીએચસી કેન્દ્રમાં સેલ કાઉન્ટર માટે રૂ.2.50 લાખ, બાયોમેટ્રીક એનેલાઈઝર માટે રૂ.1.25 લાખ, ઓકસીઝન કોન્સન્ટ્રેટર માટે રૂ.1.30 લાખ અને વિંછીયા સીએચસી ખાતે ઈ.સી.જી. મશીન માટે રૂ.50 લાખ, ડીજીટલ એકસ-રે મશીન માટે રૂ.7 લાખ અને વિંછીયા ખાતે ઓકસીજન પ્લાન માટે રૂ.25 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.

જયારે જસદણ સિવિલમાં પી.એમ.કેર ફંડમાંથી ઓકસીજન પ્લાન સ્થાપવામાં આવશે. સિવિલમાં સાધનો ઉપલબ્ધ થયે ગ્રામ્ય વિસ્તારના લોકોને મહત્વના રીપોર્ટ વિનામૂલ્યે નજીકના આરોગ્ય કેન્દ્રો પરથી જ થઈ શકશે. ખાનગી હોસ્પિટલોમાં રીપોર્ટ કરવા પાછળ થનારા મોટા ખર્ચાઓ થતાં અટકશે અને આર્થિક નબળી સ્થિતીના લોકોને આવનારા સમયમાં લાભ મળતો થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...