તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વીંછિયાના છાંસિયા ગામે વૃદ્ધને ખૂંટિયાએ ઢીંકે ચડાવતાં મોત

જસદણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા 15 દિવસમાં 4 લોકોને અડફેટે લઇ સારવારમાં ખસેડાતાં લોકોમાં ભય

વિંછીયા તાલુકાના છાંસીયા ગામે એક વૃદ્ધને ખુંટિયાએ ઢીંકે ચડાવતા વૃદ્ધનું કરૂણ મૃત્યુ નીપજયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ, વિંછીયા તાલુકાના છાંસીયા ગામે રહેતા સગરામભાઈ સાદુળભાઈ ચૌહાણ (ઉ.વ.65) તેમના ઘરેથી વાડીએ જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં ભુરાયા થયેલા ખુંટિયાએ સગરામભાઈને ઢીંકે ચડાવતા લોહીલુહાણ અવસ્થામાં વિંછીયાની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. 
પશુઓની દાદાગીરીથી લોહીલુહાણ થવાના પણ દાખલા બન્યા છે.
જ્યાં ફરજ પરના તબીબે વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતા વિંછીયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કડવાભાઈ જોગરાજીયા અને વિંછીયા તાલુકા કોળી સમાજના પ્રમુખ વિનોદભાઈ વાલાણી સહિતના આગેવાનો હોસ્પીટલે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છાંસીયા ગામમાં ખુંટીયાનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે અને છેલ્લા 15 દિવસમાં 4 લોકોને ઘાયલ કર્યા છે. જેથી આ ખુટીયાને તાકીદે પકડી પાડવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. આ બનાવ અંગે વિંછીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. લોકડાઉનના સમયમાં આમ તો લોકોએ ઘરની બહાર નિકળવાનું ઓછું જ રહે છે તેમ છતાં ફરજિયાત જવું પડે ત્યારે પશુઓની દાદાગીરીથી લોહીલુહાણ થવાના પણ દાખલા બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો