તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ડુંગરપુર ગામ પાસે ગોળાઈમાં ઓઈલ ભરેલું ટેન્કર પલટી ગયું

જસદણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં સદનસીબે જાનહાની ટળી, લોકોના ટોળાં ઊમટ્યા

જસદણ નજીક આવેલા ડુંગરપુર પાસેની ગોઝારી ગોળાઇમાં શુક્રવારે સવારે એક ઓઇલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. જો કે ચાલકનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જસદણમાં ચોટીલા રોડ પર આવેલ ડુંગરપુર હનુમાનજી મંદિર નજીકની ગોળાઈમાં શુક્રવારે સવારે 9 વાગ્યા આસપાસ ચોટીલા સાઈડથી જસદણ તરફ આવતું એક ઓઈલ ભરેલું ટેન્કર અચાનક પલટી ખાઈ જતા ટેન્કર રોડની સાઈડમાં આવેલ વાડી વિસ્તારમાં જઈને પડ્યું હતું.

જો કે આ અકસ્માતમાં ટેન્કરના ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો અને આ અકસ્માત વેળાએ ત્યાં કોઈ અન્ય વાહન કે વ્યક્તિ ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. આ અકસ્માતના બનાવની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા અને જસદણ પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે દોડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...