તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જસદણ શહેર અને આજુબાજુના વાડી વિસ્તારોમાં સિંચાઈ વિભાગ દ્વારા આલણસાગર ડેમમાંથી કેનાલ મારફત ખેડૂતોને પિયત માટેનું પાણી વિતરણ કરવામાં આવતું હોય છે. પરંતુ સિંચાઈ વિભાગે આ વર્ષે પિયત માટેની કેનાલની યોગ્ય સાફ-સફાઈ કામગીરી કરી ન હોવાથી મોટાભાગની કેનાલ કચરાના લીધે બ્લોક થઈ ગઈ હતી. છતાં શનિવારે સાંજે જસદણ સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને પિયત માટેનું પાણી કેનાલ મારફત છોડવામાં આવતા શહેરના સૌથી મોટા ગણાતા ગંગાભુવન વિસ્તારમાં પાણી ઘુસી ગયા હતા. સિંચાઈની કેનાલનું પાણી ગંગાભુવન અને હીરપરા નગર સહિતના વિવિધ વિસ્તારોમાં ઘુસી જતા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
આ કેનાલમાં પુષ્કળ પ્રમાણમાં પિયત માટેના પાણીની આવક થતા ગંગાભુવન સહિતના વિસ્તારોમાં પાણીની નદીઓ વહેવા લાગી હતી. જેના કારણે જસદણ શહેરનો સૌથી વધુ વસ્તી ધરાવતો ગંગાભુવન વિસ્તાર પાણી-પાણી થઈ ગયો હતો. અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાઈ જતા લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું. કેનાલનું પાણી નદીઓની માફક વહેવા લાગતા શહેરના હીરપરા નગર-4 વિસ્તારના ખૂણા સુધી પિયત માટેનું પાણી પહોંચી ગયું હતું. છતાં જસદણ સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારીઓ આંખ બંધ કરી આરામ ફરમાવી રહ્યા હતા.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.