તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:વીંછિયામાં પોલીસ પ્રજાને પરેશાન કરતી હોવાનો આક્ષેપ

જસદણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સર્વજ્ઞાતિ સેવા શક્તિના માધ્યમથી આવેદન
  • RTO, માસ્કના મેમો ફટકારી પીડા વધારાય છે

વીંછિયાના રાજ ગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિના માધ્યમથી ગુજરાતના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, વીંછિયા પોલીસ સ્ટાફ અને પીએસઆઈ દ્વારા આમ પ્રજાને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે. કોરોના કાળમાં લોકો પાસે બે ટાઈમ જમવાના પણ ફાંફા છે એવા સમયમાં આરટીઓના મેમો, માસ્કના મેમો આમ પ્રજાને આપી લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે.

વીંછિયા પીએસઆઈ દ્વારા પ્રજા સાથે ખોટી દાદાગીરી અને જોહુકમી ચલાવવામાં આવે છે અને કોઈની વાત પણ સાંભળવામાં આવતી નથી. એકબાજુ વીંછિયામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જેમકે ખનીજ ચોરી, રેતી ચોરી, કપચી-ભોગાવો ચોરી તેમજ વીંછિયા તાલુકામાં અનેક જગ્યાએ જુગાર-દારૂ વગેરે બેફામ પોલીસને હપ્તા આપી ચલાવાય છે.

જ્યારે કોઈ આરોપી ગુનો કરતા પકડાય ત્યારે તેને છોડવાના કાયદેસરના તમામ પોલીસ અધિકારીઓ રૂ.3000 ના હપ્તા લોકો પાસે ઉઘરાવતા હોય છે. આમ ખોટી રીતે લોકોને હેરાન-પરેશાન કરતા વીંછિયા પીએસઆઈ અને ભ્રષ્ટાચાર કરતા તમામ સ્ટાફના અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી સાથે વીંછિયા કલેકટર અને ગૃહ પ્રધાનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...