ફરિયાદ:વીંછિયાના મોઢુકામાં આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ

જસદણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યો હોવાની બૂમરાણ ઉઠી - Divya Bhaskar
કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યો હોવાની બૂમરાણ ઉઠી
  • મોઢુકા ગામના સરપંચે DDO અને CM સહિતને લેખિતમાં ફરિયાદ કરી

વીંછિયા તાલુકાના મોઢુકા ગામે લાખો રૂપિયાના ખર્ચે નવું પી.એચ.સી. સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા નીતિનિયમોને નેવે મૂકી ખુલ્લો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની લોકોમાં બુમરાણ ઉઠતા અનેક ચર્ચા થવા લાગી હતી. આ અંગે મોઢુકા ગામના સરપંચ લીલીબેન મેર દ્વારા રાજકોટ જીલ્લા વિકાસ અધિકારી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના તમામ અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, વિંછીયા તાલુકાના મોઢુકા ગામે લાખો રૂપિયાના ખર્ચે નવા પી.એસ.સી. સેન્ટરનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ ત્યાં કોઈ જવાબદાર અધિકારીઓ હાજર રહેતા નથી અને બાંધકામમાં હલકી ગુણવત્તાની સિમેન્ટ, રેતી, કપચી તેમજ તમામ વપરાતી ઉપયોગી વસ્તુ ખરાબ વાપરવામાં આવી રહી છે.

આ બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા પાયાથી નબળું કામ કરવામાં આવી રહ્યું છે અને આજદિન સુધીમાં કરવામાં આવેલ બાંધકામ સાવ નબળું કરવામાં આવ્યું છે. જેથી જેતે જવાબદાર અધિકારીઓ દ્વારા તાકીદે આ બાંધકામને અટકાવવામાં નહી આવે અને તંત્ર નહિ જાગે તો લોકોને મજબૂર થઈને સરકારને જગાડવા વિકરાળરૂપ ધારણ કરીને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવું જણાવ્યું હતું. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે શું આ કામના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરે બાંધકામમાં કરેલો ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવશે કે પછી આંખ આડા કાન કરી ચુપચાપ આ તમાશો જ નિહાળશે તેના પર સૌ લોકોની મીટ મંડાઈ છે.

અન્ય સમાચારો પણ છે...