તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જસદણ પાસેથી દારૂ પકડાયો, આરોપી ફરાર, પોલીસે રૂ.2,58,960નો જથ્થો કબજે લીધો

જસદણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

31 ડિસેમ્બરની ઉજવણી અંતર્ગત શહેરમાં આવતા દારૂ પર પોલીસની ચાપતી નજર છે. જસદણના ભાડલા પોલીસ સ્ટેશનની ટીમને મદાવા ગામની સીમમાં આવેલી કાળુભાઈ ગોબરભાઈ જતાપરાની વાડીએ ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. આથી સ્ટાફે બાતમી વાળી જગ્યા દરોડો પાડ્યો હતો.

જે દરોડા દરમિયાન મદાવા ગામની સીમમાં આવેલ કાળુભાઈ ગોબરભાઈ જતાપરાની વાડીએથી પોલીસને 672 બોટલ જુદીજુદી બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલ કી.રૂ.2,58,960 નો મુદ્દામાલ મળી આવતા તમામ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ દરોડા દરમિયાન આરોપી વાડી માલિક કાળુભાઈ ગોબરભાઈ જતાપરા(રહે-મદાવા,તા-જસદણ) પોલીસ પહોંચે તે પૂર્વે જ નાસી છૂટતા તેને પકડી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો