પશુઓના વફાદારી અને પ્રેમની તવારીખ ઈતિહાસના પાને અનેકવાર કંડારાયેલી છે, આવા મૂક અને અબોલ પશુઓ પરિવારના સભ્યની જેમ જ રહેતા અને જીવતા હોય છે,અને જ્યારે કાયમી વિદાય લે ત્યારે એક અલગ પ્રકારનો ખાલીપો સર્જી જતા હોય છે, જે પરિવાર માટે કાયમ માટે ભરી દેવો અશક્ય બની રહે છે. જસદણ તાલુકાના આટકોટમાં રહેતા ગાયપ્રેમી લક્ષ્મણભાઈ ગીગાભાઈ વઘાસિયાના પરિવારમાં ગંગા નામની એક ગાય હતી અને તે સ્વભાવે એટલી શાંત હતી કે તેનું નામ ગંગા રાખ્યું હતું.
બે વર્ષથી તેમની સાથે રહેતી હતી જેનું આકસ્મિક નિધન થતાં તેને બીજે ક્યાંય જવા દેવાને બદલે ખેતરમાં જ દફન કરી દેવામાં આવી હતી અને એ રીતે તેના મોત બાદ પણ તેને અલગ કરી ન હતી. તેઓ શોક સાથે જણાવે છે કે ગંગા બે વર્ષથી અમારી સાથે હતી, અમે પરીવારનો એક સભ્ય ગુમાવ્યો છે. તેઓ ઉમેરે છે કે જો તમારી પાસે ગાય માતા હોય તો જ્યારે તેનું નિધન થાય તો તેને તમારા ખેતરમાં કે અન્ય જગ્યાએ દફનવિધિ કરવામાં આવે તે જોજો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.