તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પથ્થરોની અડચણ:જસદણમાં ગટરની કુંડીની મરામત કર્યા બાદ નવી તકલીફ ઊભી કરી

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુંડી ફરતે ગોઠવેલા પથ્થરો હટાવવાનું મુહૂર્ત આવતું નથી

જસદણ નગરપાલિકાની બેદરકારીના લીધે રોડ-રસ્તા, પીવાના પાણી, સ્ટ્રીટલાઈટ, ગંદકીની સમસ્યાઓ ફાટીને ધુમાડે ગઈ છે. જોકે જસદણના નગરજનોને પહેલા નવા રોડ-રસ્તા કરતા પડતર પ્રશ્નોના નિરાકરણમાં વધુ રસ છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે જસદણની ડીએસવીકે હાઈસ્કૂલ પાસે ઘણા સમયથી ગટરની કુંડી તૂટેલી હાલતમાં હતી અને તેના રીપેરીંગની રાહ જોવાઇ રહી હતી.

જેના પગલે નગરપાલિકાની ટીમ દ્વારા અઠવાડિયા પહેલા ગટરની કુંડીનું રીપેરીંગ કામ કરાયું હતું ટીમે ગટરની કુંડીનું રીપેરીંગ કરી તેની ફરતે ગોઠવેલી પથ્થરોની હારમાળા આજદિન સુધી હટાવવાની પણ તસ્દી નહી લેતા રાહદારીઓ તેમજ વાહનચાલકોમાં અકસ્માતનો ભય વધ્યો છે. જેથી વિકાસના મસમોટા બણગા ફૂંકનારા પદાધિકારીઓ દ્વારા તાકીદે આ ગટરની કુંડી ફરતે ગોઠવેલા પથ્થરોની હારમાળા ખસેડાય તેવું ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...