કોર્ટ હુકમ:જસદણના પિતા-પુત્રના આપઘાત કેસમાં આરોપીના આગોતરા મંજૂર

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વ્યાજે લીધેલા પૈસાની ઉઘરાણી માટે દબાણ થતાં બન્નેઅે ઝેરી દવા પીધી હતી

જસદણના પિતા-પુત્રને આપઘાત કરવા મજબુર કરવાના ગુનામાં આરોપીના આગોતરા જામીન મંજૂર કરવા સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો. આ બનાવની વિગત મુજબ, જસદણમાં ગત તા.2-3-2022 ના રોજ ફરિયાદી પ્રીતેશભાઈ રમેશભાઈ બડમલીયાની ફરિયાદના કથન મુજબ આ કામના આરોપીઓએ ફરિયાદીના મરણજનાર પિતાની તથા ભાઈ સતીષને અગાઉ ઉંચા વ્યાજના દરે, ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપીયા આપેલ હોય. જે વ્યાજ તથા રકમની આ કામના મરણજનાર રમેશભાઈ તથા સતીષભાઈ સમયસર ચુકવણી નહી કરી શકતા આ કામના આરોપીઓએ ફરીયાદના ઘરે તથા દુકાને તેમજ મોબાઈલ ફોનમાં કોલ કરી અવાર-નવાર બળજબરી કરી ભય બતાવી, વ્યાજ તથા મુદલ રકમની પઠાણી ઉઘરાણી કરી, ગાળો આપી, ગુનાહિત ધમકીઓ આપી, અવાર-નવાર ઝઘડાઓ કરી દુઃખ ત્રાસ આપતા ફરિયાદીના પિતા તેમજ તેના ભાઈએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી હતી અને તેમનું મોત નિપજ્યું હતું.

જસદણ પોલીસે પ્રીતેશભાઈ રમેશભાઈ બડમલીયાની ફરિયાદના આધારે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયેલ હતો. આ કામે આરોપી ઉદયભાઈ દીલીપભાઈ ધાધલએ આગોતરા જામીન મેળવવા રાજકોટના સેસન્સ જજ સમક્ષ અરજી કરી હતી. આ અરજીમાં આરોપીના એડવોકેટની દલીલ અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ ઘ્યાને લઈ રાજકોટના એડી. સેસન્સે કોર્ટ આરોપી-અરજદારને શરતોને આધીન આગોતરા જામીન પર મુકત કરવામાં આવ્યા છે. આ કામે આરોપીઓ વતી એડવોકેટ કૌશીક જે.આચાર્ય,મીતુલ જે.આચાર્ય, નિરલ કે.રૂપારેલીયા, કેયુર રૂપારેલીયા અને કૌશીક સોઢા રોકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...