તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઇમ્પેક્ટ:જસદણમાં રસ્તેથી બાવળ હટ્યા, રોડનું કામ શરૂ થતાં હાશકારો

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોતીચોકથી ચિતલિયા કૂવા સુધી બનશે નવો રસ્તો

જસદણમાં એકબાજુ ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે. ત્યારે જસદણ નગરપાલિકાને ચોમાસામાં જ રોડ-રસ્તાઓ બનાવવાનું ડહાપણ સુજતા નગરજનોમાં મોઢા તેટલી વાતો વહેવા લાગી હતી. કારણ કે જસદણ નગરપાલિકા દ્વારા શહેરભરમાં ચોમેર રોડ-રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા હતા. જેના કારણે નગરજનો અને વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

ખાસ કરીને જસદણના મુખ્ય માર્ગ ગણાતા મોતીચોકમાં રોડની કામગીરી કરવા માટે 15 દિવસ પહેલા રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા હતા. જે માર્ગ પરથી દરરોજ હજારો લોકોની અવરજવર રહેતી રહેતી હતી. પરંતુ 15 દિવસ પહેલા આદરેલા રોડનું કામ આજદિન સુધી પૂર્ણ કરવામાં આવેલ ન હોવાથી નગરજનોને અનેક મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો હતો.

એકબાજુ ચોમાસાની ઋતુ બેસી ગઈ હોવા છતાં ઠેરઠેર રસ્તાઓ ખોદી નંખાયા હોવાથી જો આવનારા દિવસોમાં સારો વરસાદ થશે તો લોકોને ચાલવું પણ મુશ્કેલ બની જશે તેવી ભીતિ નગરજનોમાં સેવાઈ રહી હતી. આ અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ કરાતાની સાથે જ નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને નગરપાલિકા પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલીયા દ્વારા મોતીચોકથી ચિતલીયા કુવા રોડ સુધીના સી.સી. રોડનું કામ તાબડતોબ શરૂ કરાવતા નગરજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...