અકસ્માત:જસદણમાં કૂતરું આડું ઉતરતા બાઈક સ્લીપ થતા યુવાનનું મોત

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જસદણમાં લીલાપુર રોડ પર આવેલા જીનીંગ પાસે સાંજના સુમારે જસદણ સાઈડથી વીંછિયા તરફ જતા બાઈકને આડું કુતરું ઉતરતા બાઈક સ્લીપ થયું હતું, ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

વીંછિયામાં બોટાદ રોડ પર આવેલી વાડીએ રહેતો અને સિમેન્ટ પ્રોડક્શનનું તેમજ ખેતીકામ કરતો વરૂણ સવશીભાઈ રાજપરા(ઉ.વ.30) સોમવારે સાંજના 4 વાગ્યા આસપાસ પોતાનું બાઈક લઈને એકલો જસદણ સાઈડથી વીંછિયા તરફ જઈ રહ્યો હતો. ત્યારે જસદણથી થોડેદુર લીલાપુર રોડ પર આવેલ જીનીંગ પાસે પહોંચતા અચાનક તેના બાઈક આડે કુતરું ઉતરતા તેણે બાઈક પરથી કાબુ બુમાવી બેસતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને યુવાન રોડ પર પટકાયો હતો.

જેમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જોકે આ અકસ્માતના પગલે સેવાભાવી લોકો એકઠા થઈ ગયા હતા અને યુવાનને ખાનગી વાહન મારફત તાત્કાલિક જસદણની સિવિલ ખાતે ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...