અકસ્માત:વીંછિયાના જસદણ રોડ પર બાઈક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો

જસદણ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઈકચાલકનો પગ ભાંગી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો

વીંછિયામાં બે કાર અને એક બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો અને જેના પગલે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી અને આ અકસ્માતમાં બાઇક ચાલકનો પગ ભાંગી જતાં તેને જસદણની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વીંછિયામાં જસદણ રોડ પર આવેલ જવાહર બાગ નજીક સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રાંભડી ગામનો ઘનશ્યામ મશરૂભાઈ (ઉ.વ.20) બાઈક નં.GJ-03KF-0273 નો ચાલક કોઈ કામ સબબ રોડની સાઈડમાં ઉભો હતો. ત્યારે પાછળથી આવતી ઈકો કાર નં.GJ-03HK-8517 ના ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારી કારને અચાનક બ્રેક મારતા પાછળથી આવતી અન્ય એક જીપ કાર નં.GJ-13AH-2525 ના ચાલકે ઈકો કારને પાછળથી ઠોકર મારતા બાઈક ચાલક રોડ પર ફંગોળાતા તેનો પગ ભાંગી ગયો હતો.

આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા અકસ્માતના સ્થળે એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત બાઈક ચાલકને તાત્કાલિક ખાનગી વાહનની મદદથી વીંછિયાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. જોકે સદનસીબે આ ટ્રીપલ અકસ્માતની ઘટનામાં કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી.

અન્ય સમાચારો પણ છે...