તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:જસદણમાં ડમ્પરે બાઇકને અડફેટે લેતા વિદ્યાર્થીનું મોત

જસદણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લીલાપુર રોડ પર આશાસ્પદ વિદ્યાર્થીના મોતથી પરિવાર સ્તબ્ધ

જસદણના લીલાપુર ગામે રહેતા ખેડૂત હરેશભાઈ કાકડીયાના ધોરણ-8 માં અભ્યાસ કરતા નિકુંજને શનિવારે રાત્રીના કોઈ અજાણ્યા ડમ્પરના ચાલકે હડફેટે લેતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મૃત્યું નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ થતા પટેલ પરિવારમાં હૈયાફાટ રૂદન સર્જાયું હતું. એકના એક પુત્રનું અકસ્માતમાં મૃત્યું થતા આખા ગામમાં માતમ છવાયો હતો. પ્રાપ્ત વિગત મુજબ, જસદણ તાલુકાના કાળાસર ગામના પાટીયા પાસે રહેણાંક ધરાવતા અને રેલવે સ્ટેશન પાસે થોડી જમીન ધરાવતા ખેડૂત હરેશભાઈએ શનિવારની રાત્રીએ પોતાના પુત્રને બાઈકમાં પેટ્રોલ પુરાવવા માટે મોકલેલ હતો.

લીલાપુર રોડ પર પહોંચતા જ એક અજાણ્યા ડમ્પરના ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ નિકુંજના રામ રમી જતા કાકડીયા પરિવાર પર આભ તૂટી પડ્યું હોય સ્થિતિ સર્જાઈ હતી. આ અકસ્માતમાં મુત્યુ પામનાર નિકુંજ ધોરણ-8 માં અભ્યાસ કરતો હતો અને તેના માતા-પિતાને એકનો એક પુત્ર હતો. અકસ્માતના આ બનાવ અંગે નિકુંજના પિતાએ અજાણ્યા ડમ્પર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા જસદણ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. હોળીના દિવસે જ કરૂણાંતીકા સર્જાતા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો