સામાન્ય સભા:જસદણ પાલિકામાં આજે નવા કારોબારી ચેરમેનની નિમણૂક થશે

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાની છઠ્ઠી સામાન્ય સભા, 2 મુદા પર ચર્ચા કરાશે
  • કારોબારી ચેરમેનનો તાજ કોને પહેરાવાશે તેના પર મીટ‎

જસદણ નગરપાલિકાના સભાખંડ ખાતે આજે શનિવારે સવારે 10 કલાકે છઠ્ઠી સામાન્ય સભાની બેઠક યોજવામાં આવશે. આ બેઠક જસદણ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે. આજે મળનારી જસદણ નગરપાલિકાની સામાન્ય સભામાં ગત સભાની કાર્યવાહી નોંધનું વાંચન અને બહાલી આપવા તેમજ કારોબારી સમિતિની મુદત પૂર્ણ થતા નવી કારોબારી સમિતિની રચના કરા શે. જસદણ નગરપાલિકાના કારોબારી ચેરમેન કાજલબેન પ્રવિણભાઈ ઘોડકીયાની ટર્મ પૂરી થતા આજે નવા કારોબારી ચેરમેનની નિમણુંક કરવામાં આવશે.

જો કે જસદણ નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો પૈકી માત્ર બે જ નામ કારોબારી ચેરમેન તરીકે ચર્ચામાં હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સહેલાઈથી તેનો ઉકેલ લાવી યોગ્ય કારોબારી ચેરમેનને જવાબદારી સોંપવામાં આવશે. પરંતુ જો પાર્ટી છેલ્લી ઘડીએ કોઈ નવું નામ ઉમેરશે તો રાજકીય વાવાઝોડું સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. હાલ નવા જસદણ પાલિકાના કારોબારી ચેરમેનનો તાજ કોને પહેરાવાશે તેના પર સૌની મીટ છે.

અન્ય સમાચારો પણ છે...