સ્વચ્છતા અભિયાન:જસદણ ESR સમ્પનું વર્ષો બાદ સાફ-સફાઈનું મુહૂર્ત

જસદણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જસદણ શહેરના અતિ વિકસિત ગણાતા ચિતલીયા કુવા રોડ પર આવેલ દામજીનગર વિસ્તારમાં જસદણ નગરપાલિકાનો પાણીનો ઈએસઆર સંપ આવેલો છે. પરંતુ આ સંપની વર્ષો સુધી યોગ્ય સાફ-સફાઈ કરવામાં આવી ન હોવાથી વિસ્તારવાસીઓમાં ડહોળા પાણીનો પ્રશ્ન ઉદભવવા પામ્યો હતો.

આ સમસ્યા અંગે વિસ્તારવાસીઓએ જસદણ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલીયાને જાણ કરતા તાત્કાલિક સંપની સાફ-સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તકે જસદણ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલીયાએ ઈએસઆર સંપમાં કરાતી સાફ-સફાઈની ઝીણવટપૂર્વક જાત તપાસ કરતા વિસ્તારવાસીઓએ તેમની કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...