નિર્ણય મંજૂર:જસદણ પાલિકાની કારોબારી સમિતિની બેઠક મળી, 9 મુદ્દાને સર્વાનુમતે બહાલી

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની માલિકીની જમીનમાં કોઈ ગેરકાયદે દબાણ કરશે તો કડક કાર્યવાહીનો નિર્ણય મંજૂર

જસદણ નગરપાલિકા ખાતે કારોબારી સમિતિની બેઠક મળી હતી. આ બેઠક જસદણ નગરપાલિકાના કારોબારી ચેરમેન કાજલબેન પ્રવીણભાઈ ઘોડકીયા અને ચીફ ઓફિસર પાર્થભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કારોબારી સભ્યો જીજ્ઞેશભાઈ જે. હિરપરા, નરેશભાઈ સી. ચોહલીયા, અલ્પાબેન રાજાભાઈ કુંભાણી, કેતનભાઈ બી. લાડોલા, જલ્પાબેન ડી. કુબાવત, જીતેન્દ્રભાઈ છાયાણી, શોભનાબેન જે. ઢોલરીયા અને વર્ષાબેન સંજયભાઈ સખીયા, પાલિકાના હેડક્લાર્ક સંજયભાઈ ડાભી અને એન્જીનીયર ડાંગર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં કુલ 9 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં જાહેર બાંધકામ વિભાગ તરફથી રજુ કરવામાં આવેલ મુદ્દાઓ, જસદણ નગરપાલિકાની જુદીજુદી શાખાઓમાં પડેલ વેસ્ટ માલ-સામાન(ભંગાર) ની જાહેર હરરાજી કરવા બાબત, કારોબારી સમિતિના ચેરમેન દ્વારા રજુ થયેલ મુદ્દાઓ, જસદણ નગરપાલિકા પાસે સ્ટોકમાં રહેલ પેવર બ્લોકને જસદણ નગરપાલિકા હસ્તકના શોપિંગ સેન્ટરો તથા નગરપાલિકા હસ્તકની મિલકતોના સ્થળે રીફીટીંગ કરવા બાબતે યોગ્ય નિર્ણય થવા અર્થે, જસદણ નગરપાલિકાની માલિકીની જમીનમાં કોઈપણ આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવે તો આગળની નિયમાનુસારની ઘટિત કાર્યવાહી કરવા માટે એસ્ટેટ વિભાગના અધિકારી તથા ચીફ ઓફિસરને નિયુક્ત કરવા અને તે સબંધિત નિયમાનુસાર કાર્યવાહી કરવાના અધિકાર આપવાનો નિર્ણય કરવા બાબત અર્થે રજુ, જસદણ નગરપાલિકાના રોજમદાર કર્મચારી સુરેશભાઈ બી. ખાચરને અગાઉનો ચૂકવવાનો બાકી રહેલ પગાર ચુકવવા માટે કરવામાં આવેલ સરક્યુલર ઠરાવને બહાલી આપવા બાબત અને સદસ્યોની આવેલ અરજીઓનો નિકાલ કરવા બાબત સહિતના અમુક પેટા મુદ્દાઓ રજુ કરવામાં આવ્યા હતા. જે પૈકી તમામ મુદ્દાઓને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...