ઘરપકડ:સરકારી નોકરીની લાલચે છેતરપિંડી કરતો શખ્સ ઝબ્બે

જસદણ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ 8 લાખથી વધુની રકમ ઉસેડી લીધી

સરકારી નોકરી અને સરકારી આવાસ અપાવી દેવાની લાલચ આપી છેતરપિંડી આચરતા શખ્સને ઝડપી લેવા અેસઓજીએ પૂર્વ બાતમીના અાધારે વોચ ગોઠવી હતી એવામાં સરધારથી જસદણના ભંડારીયા ગામ તરફ આવતા કિરીટસિંહ બચુભા ગોહીલ(ઉ.વ.60)(રહે-હડાળા,પિતુકૃપા સોસાયટી,તા.જી.રાજકોટ)પસાર થતાં તેને ઝડપીને આગળની કાર્યવાહી માટે ભાડલા પોલીસને સોંપી દીધો હતો. પકડાયેલા આરોપી પાસેથી બાઈક કિ.રૂ.50,000, મોબાઈલ કિ.રૂ.500 અને રોકડ રૂ.300 મળી કુલ રૂ.51,300 નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

પૂછપરછમાં તે સામાન્ય તેમજ ગરીબ વર્ગની છોકરીઓ તેમજ મોટી ઉમરના લોકોને નોકરી અપાવવાના તેમજ આવાસના ક્વાટર્સ અપાવવા, ધોરણ 10 તથા 12 ના સર્ટિફિકેટ અપાવવા બાબતે લાલચ આપી વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરવાની ટેવ ધરાવતો હતો અને આરોપીએ 8 લાખથી વધુની રકમ ઉસેડી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...