કાર્યવાહી:સોમલપર ગામે જામગરી બંદૂક સાથે શખ્સ પકડાયો

જસદણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SOGએ શખ્સની ધરપકડ કરી કાર્યવાહી આરંભી

જસદણ પાસેના સોમલપર ગામે એક શખ્સ ગેરકાયદે હથિયાર સાથે ફરતો હોવાની બાતમી એસઓજીને મળી હતી અને તે અનુસંધાને ટીમ વોચમાં હતી. એ સમયે શંકાસ્પદ શખ્સ પસાર થતાં તેને રોકીને તલાશી લેતાં તેની પાસેથી એક જામગરી મળી આવી હતી. આથી હથિયાર કબજે લઇ શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.રાજકોટ એસ.ઓ.જી. પીઆઈ એસ.એમ.જાડેજા અને પીએસઆઈ એચ.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. બ્રાંચનો સ્ટાફ જસદણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.

તે દરમિયાન પો.હેડ કોન્સ. જયવિરસિંહ રાણા, હિતેષભાઈ અગ્રાવત અને પો.કોન્સ. રણજીતભાઈ ધાધલને બાતમી મળી હતી કે, જસદણ પોલીસ મથક હેઠળના વિંછીયા તાલુકાના સોમલપર ગામની સીમમાં રહેતા રમેશ ધનાભાઈ શીયાળે પોતાની વાડીએ ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક રાખી છે. જેથી એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે રેડ કરતા રમેશ ધનાભાઈ શીયાળ પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક કિંમત રૂ.3200 નો મુદ્દામાલ મળી આવતા તેને પકડી પાડી જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...