વિભૂતિઓની કરાશે વંદના:આટકોટમાં વિશ્વના એકમાત્ર વીરબાઇમા મંદિરે કાલે ભવ્ય ધર્મોત્સવ

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે વીરબાઈમાની પુણ્યતિથિ ધામધૂમથી ઉજવાશે, જલારામબાપા-વીરબાઇમાના લગ્નસ્થળે રઘુવંશી સમાજ ઊમટશે

વિશ્વ પ્રસિદ્ધ વિરપુરના જલારામબાપા સાથે આટકોટના રઘુવંશી પરિવારના દીકરી વીરબાઈમાંના લગ્ન થયા હતા. પારકાને પોતાના ગણીને પેટ ભરીને જમાડ્યા બાદ જ પોતે ભોજન ગ્રહણ કરતા આ દંપતીની ગાથા સાવ અલગ જ છે. આજે પણ વિશ્વમાં એકમાત્ર આટકોટમાં વીરબાઈમાંનું મંદિર આવેલું છે. જ્યાં વિરપુરની માફક 24 કલાક અન્નક્ષેત્ર આજે પણ ધમધમે છે.

ત્યારે આગામી તા.18 ને શુક્રવારે વીરબાઈમાંની પુણ્યતિથી નિમિત્તે આટકોટ સહિત અનેક શહેરોમાં ભાવભેર ઉજવણી કરવામાં આવશે. જલારામ બાપા અને વીરબાઇમાના લગ્નસ્થળે આવેલા મંદિરે ભવ્ય ધર્મોત્સવ ઉજવાશે. જેમાં રઘુવંશી સમાજ ઉત્સાહભેર ઉમટી પડશે.

પારકાના પેટ ભરી જમાડ્યા પછી જ ભોજન લેતા વીરબાઇમાની પુણ્યતિથિ બે વર્ષ બાદ ફરી ઉજવાતી હોય ભાવિકો ભાવવિભોર ખમીરવંતા સૌરાષ્ટ્રનો ઇતિહાસ અનેરો છે અનેક દેવાંશી સ્ત્રી જન્મદદેવ કાર્ય કરી જન્મદાત્રીજાને ધન્ય કરી છે આવા જ એક સ્ત્રી વીરભાઈ માટે જેવો જલારામ બાપાના ધર્મ પત્ની અને સતીની ભૂમિ એટલે જસદણ તાલુકાના ગામના ભદ્રાવતી નદી કિનારે વસેલા આટકોટ ગામે આશરે 203 વર્ષ પહેલાં દેવરાજભાઈ પ્રાગજીભાઈ સોમૈયા ને ત્યાં પુત્રીનો જન્મ થયો હતો તેમનું નામ વીરબાઈ માં રાખવામાં આવ્યું હતું.

વીરબાઈમાના જીવન નાનપણથી ભક્તિ અને તેમના રંગે ઉતરી ગઈ હતી સુશીલ અને સંસ્કારી વીરબાઈ માના લગ્ન વીરપુર ગામના જલારામ બાપા સાથે થયા હતા જલારામબાપા તેની જાન આવેલ, મંદિરના લાખા ફુલાણી સ્થાપના કરેલ દર્શન કરવા ગયા હતા વીરબાઈમાં સવારે ઊઠીને દળનું ઘંટી દળી પછી રોટલા બનાવે અને બંને જણા સાધુ-સંતોને જમાડી પછી પોતે જમતા હતા આજે તે નિત્યક્રમ હતો અને આજે પણ વીરપુર માટે ઘંટી જોવા મળે છે અને જલારામ બાપા નો ગૃહ હસ્તમ ઘણો જ સુખ હતો 1878 કારતક વદ 9 દિવસે, વીરબાઈમાં નો સ્વર્ગવાસ થયો હતો.

આજે પણ વિરબાઈ મમાં રહેતા ત્યાં મંદિર બનાવવામાં આવ્યું છે અને અહી અન્નક્ષેત્ર પણ ચાલે છે તેમજ પગપાળા સંઘ તેમજ જાત્રાળુ અહીં રહેવા સુવીધા છે વીરબાઈ ના જ્યાં લગ્ન થયાં હતાં ત્યાં મંદિર બનાવવામાં આવ્યું છે આજે પણ હજારો લોકો વિરબાઈ મા દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે બે વર્ષ કોરોના કારણે ઉત્સવ ઉજવણી થતી ન હતી શુક્રવારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે તેમની પુણ્યતિથિ આટકોટ સહિત જસદણ સહિતના લોહાણા સમાજ પધારશે.

1878-કારતક વદ 9ના દિવસે વીરબાઈમાએ જીવનલીલા સંકેલી લીધી હતી
1878-કારતકવદ 9ના દિવસે વીરબાઈમાંએ પોતાની જીવનલીલા સંકેલી સ્વર્ગ સિધાવ્યા હતા. આજે પણ તેની પુણ્યતિથી આટકોટ સહિત અનેક શહેરોમાં દર વર્ષે ઉજવવામાં આવે છે. રાજકોટ-ભાવનગર હાઈ-વે રોડ પર જે આટકોટ ગામ આવેલું છે. ત્યાં વિશ્વમાં એકમાત્ર વીરબાઈમાંનું મંદિર આવેલું છે. ત્યાં વર્ષોથી સવાર-સાંજ અન્નક્ષેત્ર ચાલે છે અને તે જગ્યા પર ચાલીને આવતા દરેક યાત્રિકોને રહેવા તેમજ જમવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. જે જગ્યા ઉપર વીરબાઈમાંના લગ્ન થયા હતા એજ જગ્યા ઉપર હાલ મંદિર ઉભું છે.

આટકોટ ગામમાં ભદ્રાવતી નદીના કિનારે આશરે 204 વર્ષ પહેલાં વીરબાઈમાનો જન્મ થયો હતો
ભદ્રાવતી નદીના કિનારે વસેલા આટકોટ ગામમાં આશરે 204 વર્ષ પહેલા દેવરાજભાઈ પ્રાગજીભાઈ સોમૈયાને ત્યાં પુત્રીનો જન્મ થયો હતો. તેનું નામ વીરબાઈ રાખવામાં આવ્યું હતું. વીરબાઈમાંના જીવનમાં નાનપણથી જ ભક્તિ તેમના રગેરગમાં ઉતરી ગઈ હતી. સુશીલ સંસ્કારી વીરબાઈમાંના લગ્ન વિરપુર ગામના જલારામ બાપા સાથે થયા હતા.

જલારામબાપા અને તેની જાન લાખા ફુલાણીએ સ્થાપના કરેલ માં અંબાજી મંદિરના દર્શન કરવા ગયા હતા. વીરબાઈમાં સવારે ઉઠીને દળનું ઘંટીમાં દળે પછી રોટલા બનાવે અને બન્ને જણા સાધુ-સંતોને જમાડીને પછી પોતે જમતા હતા જે તેમનો નિત્યક્રમ હતો. આજે પણ વિરપુરમાં તે ઘંટી જોવા મળે છે. વીરબાઈમાં અને જલારામબાપાનો ગૃહસ્થાશ્રમ ઘણો જ સુખી હતો. ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાંથી ભાવિકો વિરપુર જલારામના દર્શને દર વર્ષે મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

અન્ય સમાચારો પણ છે...