ટર્મ પૂર્ણ:જસદણ પાલિકાની આજે સામાન્ય સભા, નવા કારોબારી ચેરમેનની નિમણૂક થશે

જસદણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા કારોબારી ચેરમેનનો તાજ કોને પહેરાવાશે તેના પર લોકોની મીટ
  • મુખ્ય કુલ 9 મુદ્દાઓની ચર્ચા-વિચારણા કર્યા બાદ બહાલી અપાશે

જસદણ નગરપાલિકાના સભાખંડ ખાતે આજે ગુરુવારે સવારે 10-30 કલાકે સામાન્ય સભાની બેઠક યોજાશે. આ બેઠક જસદણ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે. આજે મળનારી જસદણ નગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના વિકાસને લગતા કુલ 9 મુદ્દાઓ વંચાણે લેવામાં આવશે. જેમાં વિવિધ વિભાગો દ્વારા રજુ કરવામાં આવેલ દરખાસ્તોને વંચાણે લઈ નગરજનોના હિતમાં નિર્ણય લેવામાં આવશે. સાથોસાથ જસદણ નગરપાલિકાના કારોબારી ચેરમેન કાજલબેન પ્રવિણભાઈ ઘોડકીયાની ટર્મ પૂરી થતા આજે નવા કારોબારી ચેરમેનની નિમણુંક કરવામાં આવશે.

જોકે જસદણ નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો પૈકી માત્ર બે જ નામો કારોબારી ચેરમેન તરીકે ચર્ચામાં હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સહેલાઈથી તેનો ઉકેલ લાવી યોગ્ય કારોબારી ચેરમેનને જવાબદારી સોંપશે. પરંતુ જો પાર્ટી છેલ્લીઘડીએ કોઈ નવું નામ ઉમેરશે તો રાજકીય વાવાઝોડું સર્જાશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...