તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકચાર:કોળી વિકાસ સંગઠનમાં અસંતોષની આગ, વધુ છ રાજીનામા પડ્યા

જસદણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્થાપકે સમાજ વિરોધી કૃત્ય કરતા નારાજગી વધી

વીંછિયા કોળી વિકાસ સંગઠનના સ્થાપક મુકેશ રાજપરાએ સમાજની એકતા તોડવાના કરેલા કૃત્યથી નારાજ થઈ રાજ ગ્રુપ સર્વેજ્ઞાતી સેવા શક્તિ સમિતિના અધ્યક્ષ મનુભાઈ રાજપરા, ઉપપ્રમુખ વિપુલભાઈ ત્રિવેદી, કારોબારી અશરફભાઈ મીરાસૈયદ અને સભ્ય દેવાભાઈ રાજપરા સહિતના 4 આગેવાનોએ રાજીનામાં ધરી દેતા સમાજમાં ચકચાર મચી જવા પામી છે.

સાથોસાથ કોળી વિકાસ સંગઠનના મહામંત્રી રશિકભાઈ કણોતરા અને પ્રભારી અલ્પેશભાઈ સરવૈયાએ પણ સંસ્થાના સ્થાપકે કરેલા કૃત્યથી નારાજ થઈ રાજીનામા ધરી દેતા કોળી વિકાસ સંગઠનના સ્થાપક મુકેશ રાજપરા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.રાજીનામાં ધરનારા આગેવાનોએ સમાજ વિરોધી કૃત્ય કરનારા સંસ્થાના સ્થાપક મુકેશ રાજપરા સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, વીંછિયામાં મુકેશ રાજપરા દ્વારા રાજ ગ્રુપ સર્વેજ્ઞાતી સેવા શક્તિ સમિતિ અને કોળી વિકાસ સંગઠન ચલાવવામાં આવી રહ્યું છે.વીંછિયામાં દર વર્ષે આ સમિતિ દ્વારા સમૂહલગ્ન પણ કરવામાં આવે છે. જેનો તમામ હિસાબ આજદિન સુધી મુકેશ રાજપરાએ પોતાની પાસે રાખ્યો છે અને ક્યારેય કોળી સમાજના લોકોને આપ્યો નથી. હાલ આ ગ્રુપના સભ્યો અને કોળી સમાજના લોકો પણ મુકેશ રાજપરાએ આવા રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાના આક્ષેપો કરી રહ્યા છે.

જૂનાગઢમાં કોળી સમાજની વાડીમાં કોળી સમાજના છોકરા અને કોળી સમાજની વાડીના હોદ્દેદારો સાથે બોલાચાલી થઈ હતી. ત્યારે કોળી સમાજના નાતે મુકેશ રાજપરાએ સમાજના લોકો વચ્ચે થયેલી માથાકૂટમાં સમાધાન કરાવવાના બદલે કોળી સમાજના ભાગલા પાડવાની કામગીરી કરી હોવાના આક્ષેપો આગેવાનો દ્વારા કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો