બેઠક:જસદણની નગરપાલિકામાં બંધબારણે કારોબારી બેઠક મળી

જસદણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરોડોના કામોને ગણતરીની મિનિટોમાં બહુમતી સાથે મંજૂરી

જસદણ નગરપાલિકાના નવનિયુક્ત કારોબારી ચેરમેન શોભનાબેન જેન્તીભાઈ ઢોલરીયાના અધ્યક્ષસ્થાને બંધ બારણે કારોબારીની એક બેઠક યોજાઈ હતી. જેમાં દરેક સભ્યોએ ગણતરીની મીનીટમાં જ બહુમતી સાથે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોને મંજૂર કરી દેતાં નગરજનોમાં અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલીયાની અધ્યક્ષતા હેઠળ શહેરમાં વિવિધ રોડ-રસ્તાના કામો થઈ રહ્યાં છે. પરંતુ જસદણ શહેરમાં જે રોડ-રસ્તાના કામો બાકી છે તેનો કારોબારી સભામાં ઠરાવ પસાર થતા નગરજનોમાં અનેક ચર્ચા ચાલી છે.

ઉલ્લેખનીય છે કે, હાલ જસદણ નગરપાલિકા દ્વારા નિયમોને નેવે મૂકી ડામર રોડની કામગીરી કરવામાં આવી રહી છે. છતાં જસદણ પાલિકા પ્રમુખ સહિતના સત્તાધિશો કોન્ટ્રાક્ટર પાસે નિયમોનું પાલન કરાવવાના બદલે તેને છાવરતા હોવાથી પ્રજાના લાખો રૂપિયાનું પાણી થઈ રહ્યું છે. જો આવી જ સ્થિતિ આવનારા સમયમાં યથાવત રહેશે તો પ્રજાના પૈસાનું પાણી જ થતું રહેશે તેવી ચર્ચાઓને વેગ મળશે.

અન્ય સમાચારો પણ છે...