અકસ્માત:વિંછીયાના ભડલી ગામ નજીક રોઝડું આડું ઉતરતા કાર પલટી જતા ચાલકનું ઘટના સ્થળે મોત, એક ગંભીર

જસદણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાર ચાલક પોતાની વાડીએથી કાર લઈને ભડલી ગામ તરફ આવતા હતા ત્યારે બનાવ બન્યો
  • કારમાં સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી
  • 108ની મદદથી ગઢડા હોસ્પીટલે ખસેડાયો હતો.

વિંછીયા તાલુકાના ભડલી ગામ નજીક રોઝડું આડું ઉતરતા એક કાર પલટી ગઈ હતી અને કાર રોડ પરથી ફંગોળાઈ જતા કાર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી 108ની મદદથી તેમને તાત્કાલિક ગઢડા(સ્વામી) ખાતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવના પગલે ભડલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી આરંભી હતી.  

ભાણીયાની નજર સામે જ સગા મામાએ દમ તોડ્યો
પ્રાપ્ત વિગતો મુજબ બોટાદ જીલ્લાના ગઢડા(સ્વામી) ખાતે રહેતા સુખાભાઈ મોહનભાઈ તેરૈયા(ઉ.વ.45) અને તેનો ભાણીયો હરીઓમ(ઉ.વ.30) બન્ને કાર નં.GJ-02AP-2609 લઈને ભડલી ગામે સોમલપરના કાચા માર્ગે આવેલ તેમની વાડીએ ગયા હતા. ત્યાંથી સાંજના 5-30 કલાક આસપાસ પરત આવતા હતા ત્યારે રસ્તામાં રોઝડું આડું ઉતરતા કાર પલટી ગઈ હતી અને કાર રોડ પરથી ફંગોળાઈ જતા કાર ચાલક સુખાભાઈ તેરૈયાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર તેના ભાણીયા હરીઓમને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી 108ની મદદથી તાત્કાલિક તેમને ગઢડા(સ્વામી) ખાતે હોસ્પીટલે ખસેડાયો હતો. આ બનાવની જાણ થતા ભડલી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકની લાશને પીએમ અર્થે ગઢડા(સ્વામી)ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી આરંભી હતી. આ અકસ્માતના બનાવમાં બે દીકરીઓ અને એક દિકરાએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કરૂણકલ્પાંત મચી ગયો હતો. 

અન્ય સમાચારો પણ છે...