ત્રિવિધ કાર્યક્રમો યોજાયા:જસદણમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, કુલ 157 બોટલ રક્ત એકત્રિત કરાયું

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જસદણમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, કુલ 157 બોટલ રક્ત એકત્રિત કરાયું
  • કેમ્પ સાથે રસોઈ સ્પર્ધા, સત્યનારાયણ કથા સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

જસદણમાં આટકોટ રોડ પર આવેલા સમસ્ત પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલના 57 માં જન્મ દિન નિમિત્તે ખોડલધામ ટ્રસ્ટ અને સદ્જ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ સવારના 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ચાલ્યો હતો અને આ કેમ્પમાં રકતદાતાઓ ઉમળકાભેર ઉમટી પડતા 157 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનના પ્રણેતા દિનેશભાઈ બાંભણિયા, ટ્રસ્ટી ભરતભાઈ છાયાણી, ટ્રસ્ટી રમેશભાઈ હીરપરા, ટ્રસ્ટી દેવરાજભાઈ છાયાણી, જસદણ ખોડલધામ સમિતિના પ્રમુખ નરેશભાઈ દરેડ, જસદણના ઉદ્યોગપતિ અને પાટીદાર સમાજના મોભી રૂડાભાઈ ભગત, વિનુભાઈ ધડુક અને કેડીવીએસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પ દરમિયાન દાતાઓના સહયોગથી નાસ્તાની ડીશો જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનને અર્પણ કરવામાં આવી હતી. સાથોસાથ જસદણ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટીદાર સમાજના ભાઈઓ-બહેનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

જ્યારે બપોર બાદ મહિલાઓ માટે રસોઈ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જેતપુર ખાતે પણ આ જ રીતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ સહિતના આયોજનમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...