મારકૂટ:ભાડલાના રામળિયામાં 7 વર્ષની બાળકીને કાકાએ ઢીકાપાટુ માર્યા

જસદણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેરહેમીથી ફટકારાતાં બાળાને સારવારમાં ખસેડાઇ
  • માતા પિતા વચ્ચેના ખટરાગના મનદુ:ખમાં મારકૂટ

જસદણના ભાડલાના રામળીયા ગામે પતિ પરિવારથી અલગ રહેતા મહિલા રાતે પોતાના ઘરે હતા. ત્યારે તેના પતિ દેવરાજ કનૈયા અને દિયર વજુ કનૈયા ત્યાં ધસી આવ્યા હતા અને આવીને ઝઘડો કરતા તેમજ તેણીની 7 વર્ષની દિકરીને પણ મારકુટ કરતા દિકરીને સારવાર માટે રાજકોટ ખસેડવી પડી હતી. જે અંગે માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી આરંભી છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર ભાડલાના રામળીયા ગામે રહેતી જાહલ દેવરાજ કનૈયા(ઉ.વ.7) ને રાતે તેના કાકા વજુ કનૈયાએ ઢીકાપાટુનો માર મારતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા કે.ટી.ચિલ્ડ્રન વોર્ડમાં દાખલ કરી ભાડલા પોલીસને જાણ કરી હતી.

આ બનાવમાં ઈજાગ્રસ્ત બાળાના માતા રેખાબેનના જણાવ્યા મુજબ, મે પતિ વિરૂધ્ધ ત્રાસ આપવાનો અને ભરણપોષણનો કેસ કર્યો છે અને હાલ હું બે સંતાન સાથે અલગ રહું છું. અગાઉના કેસનો ખાર રાખી પતિ અને દિયર મારી સાથે ઝઘડો કરતા હતા. ત્યારે દિકરી જાહલ બાજુમાં ઉભી હોવાથી તેને પણ મારા દિયરે મારકુટ કરી હતી. માતાએ આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી અને પોલીસ ફરિયાદ કરતાં બનાવની નોંધ કરી હાલ આ બનાવની ભાડલા પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...