જસદણ યાર્ડની ચૂંટણી માટે સવારે નવ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને ખેડૂત વિભાગ માટે નોંધાયેલા કુલ ૩૭૬ મતદારોમાંથી ૩૬૦ મતદારે મતદાન કર્યું હતું. આમ ખેડૂત વિભાગમાં ૯૫.૭૫ ટકા મતદાન જ્યારે વેપારી વિભાગના નોંધાયેલા ૧૧૯ મતદારોમાંથી કુલ ૧૧૮ મતદારોએ મતદાન કરતા વેપારી વિભાગમાં ૯૯ ટકા મતદાન નોંધાયું છે. કુલ ૩૬ ઉમેદવારનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે. સહકારી ખરીદ વેચાણ મંડળીઓનાં વિભાગની એક માત્ર બેઠક પર રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિંવ બેંકનાં ડિરેક્ટર અને જસદણ યાર્ડનાં ચેરમેન અરવિંદભાઈ તગડિયા બિનહરીફ થયા છે.
વેપારી વિભાગમાં કોઈ જ પેનલ હતી નહી. જ્યારે ખેડૂત વિભાગમાં રાજકીય પક્ષ પ્રેરિત પેનલ હતી. જો કે તેમાં મોટા પ્રમાણમાં ક્રોસ વોટિંગ થયાની ચર્ચા છે. આજે શુક્રવારે સવારે ૯ કલાકે યાર્ડ ખાતે મતગણતરી યોજાશે.ખેડૂત વિભાગની ૧૦ બેઠક માટે કુલ ૨૮ ઉમેદવાર મેદાનમાં હતા. જ્યારે વેપારી વિભાગની ચાર બેઠક માટે ૮ ઉમેદવારો મેદાનમાં હતા. જસદણ તાલુકાની વિવિધ મંડળીની વ્યવસ્થાપક સમિતિના સભ્યો મળીને ખેડૂત વિભાગ માટે કુલ ૩૭૬ મતદાર નોંધાયેલા છે. જ્યારે વેપારી વિભાગ માટે કુલ ૧૧૯ મતદાર નોંધાયેલા છે.
ખેડૂત વિભાગમાં વાલજીભાઈ ટપુભાઈ એંધાણી, ચંદુભાઇ પરશોત્તમભાઈ કડવાણી, ચિરાગભાઈ નિતેશભાઇ કાકડીયા, પ્રાગજીભાઈ દેહાભાઈ કુકડીયા, ધીરુભાઈ માધાભાઈ ખોખરીયા, સુરેશભાઈ હીરજીભાઈ ખોખરીયા, સુરેશભાઈ દાદાભાઈ ગીડા, પ્રવીણભાઈ વેલાભાઇ છાયાણી, ભરતભાઈ લાધાભાઇ છાયાણી, ધનજીભાઈ ડાયાભાઈ ઝાપડિયા, ભીખાભાઈ લાધાભાઈ ટાઢાણી, જેસીંગભાઇ મેરામભાઇ ડવ, ઝીણાભાઈ પુંજાભાઈ ડાભી, વિનુભાઈ જીવરાજભાઈ ધડુક, અશોકભાઈ ઉનડભાઈ ધાધલ, વિનોદભાઈ વલ્લભભાઈ પદમાણી, રાજેશભાઈ લાધાભાઇ બોઘરા, ભરતભાઈ ભીખાભાઈ ભાલાળા, ભીખાભાઈ નાગજીભાઈ ભાલાળા, જયેશભાઈ હીરાભાઈ મિયાત્રા, સવાભાઈ ઠાકરશીભાઈ મેર, વલ્લભભાઈ મોહનભાઈ રાજપરા, ધીરુભાઈ બચુભાઈ રામાણી, છગનભાઇ મુળજીભાઇ શિંગાળા, ઘનશ્યામભાઈ ખોડાભાઈ સરીયા, હરજીભાઈ પુનાભાઈ સરીયા, સંજયભાઈ રવજીભાઈ હરખાણી, રમેશભાઈ લખમણભાઇ હિરપરા એમ કુલ ૨૮ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.
જ્યારે વેપારી મત વિભાગમાં ગંગદાસભાઈ નાથાભાઈ કાકડીયા, અશોકભાઈ મહાદેવભાઈ ચાવ, મગનભાઈ માવજીભાઈ ઝાપડિયા, અશોકભાઈ રાણીગભાઈ ધાધલ, મહાવીરભાઈ ભુપતભાઈ ધાધલ, પ્રેમજીભાઈ અમરશીભાઈ રાજપરા, ભાવેશભાઈ કરસનભાઈ રાદડિયા અને લાલજીભાઈ રામાણી એમ 8 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.