તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:જસદણના મામલતદાર સહિત 90 દર્દી આવ્યા કોરોના પોઝિટિવ, તાલુકા સેવાસદનમાં બેસતી કચેરીના ત્રણ કર્મી પણ સંક્રમિત

જસદણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

દેશભરમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. ત્યારે જસદણમાં આજે વધુ 90 કોરોના કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમાં જસદણના મામલતદાર પારસ વાંદાનો કોરોનાનો રેપિડ ટેસ્ટ આજે સવારે પોઝિટિવ આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના મામલતદાર પારસ વાંદા ખાતાકીય પરીક્ષા આપવા માટે થોડા દિવસથી ગાંધીનગર ગયા હતા. જયાં તેમની સાથેના એક વ્યકિતને કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હતો. જોકે ગઈકાલે મામલતદાર પારસ વાંદા જસદણ આવ્યા બાદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી, બ્લોક હેલ્થ ઓફિસર ડો.સી.કે.રામ સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વહીવટી તંત્રની મિટિંગમાં પણ હાજર રહ્યા હતા.

મીટીંગ પૂર્ણ થયા બાદ વીરનગર હોસ્પિટલ ખાતે બાવળીયા તેમજ મામલતદાર પારસ વાંદા, બ્લોક હેલ્થ ઓફિસર ડો. સી. કે. રામ સહિતના વીરનગર શિવાનંદ મિશન હોસ્પિટલ ખાતે કાર્યરત કોવીડ કેર સેન્ટર ખાતે ઓકિસજન સહિતની ફેસેલીટી વધારવા માટે રૂબરૂ સ્થળ ઉપર જઈને સમીક્ષા કરી હતી. જો કે મામલતદારને સામાન્ય લક્ષણો હોય હાલ તેમની તબિયત સ્વસ્થ છે અને હોમ આઇસોલેટ થયા છે. જસદણ મામલતદાર જે બિલ્ડીંગમાં બેસે છે તે તાલુકા સેવાસદનમાં અન્ય અનેક સરકારી કચેરીઓ કાર્યરત છે. જે પૈકી અન્ય એક સરકારી કચેરીમાં પણ ત્રણ કર્મચારીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

કોરોનાના વધતા કહેરએ ગોંડલ નગર પાલિકાના પ્રમુખના પતિને પણ ઝડપી લીધા છે. પાલિકા પ્રમુખ શીતલબેન કોટડિયાા પતિ અને શહેર યુવા ભાજપના પૂર્વ પ્રમુખ એવા સમીરભાઇ કોટડિયા કોરોના પોઝિટિવ આવતાં તેઓ તબીબની સલાહ મુજબ હોમ ક્વોરન્ટાઇન થઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...