તંત્ર ઉદાસીન:આટકોટથી ગરણી સુધીના 9 કિ. મી.ના મંજૂર થયેલા રોડનું કામ શરૂ કરવામાં તંત્ર ઉદાસીન

જસદણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખખડધજ રસ્તાને નવો બનાવવા માટે 6 મહિના પહેલાં જ મળી ગઇ છે મંજૂરી !

રાજ્યની સરકાર ગ્રામ્ય વિસ્તારોના રોડ-રસ્તાની મરામત માટે અનેક દાવાઓ કરી રહી છે. પરંતુ વાસ્તવિકતા અંગે ખરેખર તપાસ કરીએ તો કંઈક અલગ જ હોય છે. એવું જ કંઈક જસદણ તાલુકાના આટકોટ ગામથી ગરણી ગામ સુધીના રોડમાં સામે આવ્યું છે. આ માર્ગ 6 મહિના પહેલા જેતે વિભાગ દ્વારા ટેન્ડરથી પાસ કરી દેવામાં આવ્યો છે. પરંતુ હજી સુધી આ રોડનું કામ ચાલુ થયું નથી.

આ રોડ જસદણ તાલુકાના આટકોટ, ગુંદાળા(જામ), ગરણી, થોરખાણ સહિતના ગામોને જોડતો મુખ્ય રોડ છે. છતાં આ રોડ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રોડ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે આ રોડ પરથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડનો 6 મહિના પહેલા ટેન્ડર પ્રક્રિયા દ્વારા કોન્ટ્રાકટ પણ આપી દેવામાં આવ્યો છે. પરંતુ કામ પૂર્ણ કરવાના સમયે હજુ કામ શરૂ પણ થયું નથી. જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આ રોડ-રસ્તા સરકારના માર્ગ અને મકાન વિભાગમાં આવે છે. છતાં ક્યાં કારણોસર આ રોડનું કામ શરૂ કરવામાં આવતું નથી તેવું હજારો ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.

અમે ઘણી જગ્યાએ ફોન કર્યા છે પણ..
ગરણીથી આટકોટ સુધી 9 કી.મી.ના રસ્તાની બન્ને સાઈડ બૂરવામાં આવી છે. ત્યારબાદ રોડનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા ગત દિવાળી બાદ આ રોડનું કામ ચાલુ કરવાની વાત કરવામાં આવી હતી. પણ હજુ સુધી રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી. આ રોડ > અમરીશભાઇ કેસરિયા, સરપંચ

કોન્ટ્રાક્ટર નવરા નથી તેવા જવાબો મળે છે
આ કામના કોન્ટ્રાક્ટર દિન-પ્રતિદિન રોડનું કામ ખેંચતા જાય છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન દેતું નથી. રોડના કોન્ટ્રાક્ટરે રોડનું કામ કર્યા વગર જ બોર્ડ મારી દીધા છે. આ રોડ વહેલી તકે બને તો 25 જેટલા ગામોને ફાયદો થઈ શકે તેમ છે. આ અંગે જેતે જવાબદારોને રજૂઆત કરીએ તો કહે છે કે અત્યારે કોન્ટ્રાક્ટર નવરા નથી તેવા વાહિયાત જવાબો આપે છે. > ?છગનભાઇ કલકાણી, માજી સરપંચ, ગરણી

અન્ય સમાચારો પણ છે...