જસદણના આદમજી રોડ પર રહેતા શખ્સના ઘરમાંથી રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચે પરપ્રાંતીય દારૂની 82 બોટલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ, રેન્જ આઈજી સંદીપસિંહ અને રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડની સૂચનાથી પીઆઈ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.જે.રાણા અને રૂરલ ક્રાઈમ બ્રાંચની ટીમ જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.
ત્યારે પીઆઈને મળેલી બાતમીના આધારે જસદણના આદમજી રોડ પર ભાદર નદીના કાંઠે રહેતો રોહિત ઉર્ફે મુન્નો નંદાભાઈ રોજાસરાના ઘરમાં દરોડો પાડતા રૂ.20,200 ની કિંમતની પરપ્રાંતીય દારૂની 82 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે દારૂ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો. બાદમાં સપ્યાલરની શોધખોળ હાથ ધરવા આરોપીની વધુ પુછપરછ કરવામાં આવી હતી.
જસદણ તાલુકાના કનેસરા ગામમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, બે શખ્સની ધરપકડ
બોટાદ લઠ્ઠાકાંડ બાદ રાજ્યના દરેક જિલ્લામાં પોલીસે ઠેર-ઠેર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. ત્યારે જસદણના કનેસરામાંથી દેશી દારૂની બે ભઠ્ઠી ઝડપાઈ હતી અને બે દરોડામાં 25 લીટર દેશી દારૂ સાથે બે શખ્સો પકડાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, ભાડલા પોલીસને બાતમી હતી કે, કનેસરા ગામમાં કડાયા સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલી ભુપત અમરાભાઈ ધાધલ પોતાની વાડીમાં દારૂની ભઠ્ઠી બનાવી દેશી દારૂ બનાવી રહ્યો છે અને વેચાણ કરી રહ્યો છે. જેથી પોલીસે દરોડો પાડતા 10 લીટર દેશી દારૂ, 15 લીટર આથો, દારૂની ભઠ્ઠીના સાધનો સાથે ભુપતની ધરપકડ કરી હતી. જ્યારે બીજા દરોડામાં કનેસરામાં જ વાડીમાં 15 લીટર દેશી દારૂ સાથે વલકું વીશુંભાઈ ધાધલને પોલીસે દબોચ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.