જવાબદારી:જસદણ બેઠકમાં 7 મતદાન મથક મહિલા સંચાલિત હશે

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રિસાઈડિંગ ઓફિસર, ફર્સ્ટ પોલિંગ સહિતની જવાબદારી
  • મતદાન બધા કરી શકે,સ્ટાફ તરીકે જ મહિલાઓનું સુકાન

જસદણ વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા મહિલાઓને પ્રાધાન્ય આપવાના ભાગરૂપે દરેક વિધાનસભા દીઠ અમુક મતદાન મથકો મહિલા સંચાલિત રાખવામાં આવે છે. જેના ભાગરૂપે જસદણ વિધાનસભા બેઠકના કુલ 261 મતદાન મથકો પૈકી 7 બુથ સખી બુથ રહેશે એટલે કે મહિલા સંચાલિત રહેશે.

જસદણ વિધાનસભા બેઠકમાં 1107 મતદારો ધરાવતું રૂપાવટી પ્રાથમિક શાળાનું રૂપાવટી-1 નામનું મતદાન મથક, 886 મતદારો ધરાવતું લીલાપુર કન્યા પ્રાથમિક શાળાનું લીલાપુર-1 નામનું મતદાન મથક, 699 મતદારો ધરાવતું જસદણની કન્યા શાળાનું જસદણ-5 નામનું મતદાન મથક, 1359 મતદારો ધરાવતું જસદણના વાજસુરપરા કુમાર પ્રાથમિક શાળા ખાતેનું જસદણ-7 નામનું મતદાન મથક, 1486 મતદારો ધરાવતું જસદણના વિંછીયા રોડ ઉપર બીઆરસી ભવન ખાતેનું જસદણ-11 નામનું મતદાન મથક, 1473 મતદારો ધરાવતું જસદણની સરદાર પટેલ પ્રાથમિક શાળાનું જસદણ-25 નામનું મતદાન મથક, 1160 મતદારો ધરાવતું કંધેવાળીયા ગામની નવી પ્રાથમિક શાળા ખાતેનું કંધેવાળીયા-1 નામનું મતદાન મથક એમ કુલ 7 મતદાન મથકો જસદણ વિધાનસભા વિસ્તારમાં સખી બુથ એટલે કે મહિલા સંચાલિત રહેશે.

જસદણ વિધાનસભા બેઠકના ઉપરોક્ત તમામ મતદાન મથકમાં ચૂંટણી પંચ દ્વારા મુકવામાં આવેલા પ્રિસાઈડિંગ ઓફિસર, ફસ્ટ પોલિંગ સહિતના તમામ 5 કર્મચારીઓ તેમજ સલામતી માટેનો સ્ટાફ સહિતનાં તમામ સ્ટાફ તરીકે મહિલાઓ હશે. જોકે આ મહિલા મતદાન મથકોમાં નોંધાયેલા પુરૂષ-મહિલા સહિતના તમામ મતદારો મતદાન કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...