પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત કે.ડી.પરવાડિયા હોસ્પિટલ આટકોટ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી અને દર્દી નારાયણની સેવાના ઉમદા ભાવથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો 642 દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ગંભીર બીમારીઓથી પીડિતા દર્દીઓ પણ સામે આવ્યાં હતાં.
મેનેજિંગ ટ્રસ્ટી ડો.બોઘરાએ મેડિકલ કેમ્પ યોજી દર્દીઓની સારવાર કરવા અંગેની વાત ટ્રસ્ટીઓને કરતાં તેમણે પણ હામી ભરી હતી. આ રીતે કેમ્પનું આયોજન ખૂબ જ ટૂંકા ગાળામાં કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં ઓર્થોપેડિક, ગેસ્ટ્રો સર્જરી, ઈએટી(આંખ-નાક-ગળા), એમડી જનરલ (હ્રદય વિભાગ), પીડિયાટ્રીક(બાળ વિભાગ) અને ગાયનેક સહિતના વિભાગની તપાસ નિઃશૂલ્ક કેમ્પમાં આપવામાં આવી હતી. સર્વ રોગ નિદાન કેમ્પમાં 642 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં 68 જેટલા સાંધાના દર્દીઓને ઓપરેશન કરાવવાની જરૂર જણાઈ હતી.
આ તમામ દર્દીઓને ભારત સરકારની આયુષ્યમાન યોજના હેઠળ તદ્દન નિઃશૂલ્ક રીતે ઓપરેશન કરી આપવામાં આવશે. જ્યારે 33 જેટલા ઈએનટી એટલે કે કાન-નાક-ગળાના દર્દીઓએ ઓપરેશન ની જરૂર જણાઇ હતી. જ્યારે દર્દીઓમાંથી 28 મહિલા દર્દીઓને ગર્ભાશયની કોથળીને લગતી બીમારીઓ સામે આવી હતી. સાથે ફિઝિયોથેરાપી તેમજ 24 દર્દીને પેટના રોગ હોવાની તપાસ થઈ હતી. આ સિવાય 500 થી વધુ દર્દીની તપાસમાં નાની મોટી બીમારીઓ સામે આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.