તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:જસદણના પેટા આરોગ્ય કેન્દ્રોમાં અભિયાન અંતર્ગત પૂર્ણ થયું 62.85 ટકા રસીકરણ

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 45 વર્ષથી વધુના 46,550 પૈકી29,256 નાગરિકો થયા સુરક્ષિત

રાજયભરના નાગરિકોને કોરોના સામે રક્ષણ આપવા માટે શરૂ કરાયેલા રસીકરણ મહાઅભિયાન અંતર્ગત રાજકોટના જસદણના પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે 1 જુલાઈ-2021 સુધીમાં 45 વર્ષથી વધુના નાગરિકોનું 62.85 ટકા રસીકરણ નોંધાયું છે. રસીકરણ કામગીરીમાં જસદણ પ્રાંત અધિકારી પ્રિયંકકુમાર ગલચર, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. નીલેશ શાહ, જિલ્લા આર. સી. એચ. અધિકારી ડો. મીતેશ ભંડેરી, જિલ્લા એપિડેમિક અધિકારી ડો. નીલેશ રાઠોડ, જસદણ તાલુકા વિકાસ અધિકારી પારસ વાંદા, આરોગ્ય અધિકારી ડો. ધવલ ગોસાઈ, સંબંધિત ગામોના સરપંચો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ સરાહનીય કામગીરી કરી હતી. 46,550 નાગરિકો પૈકી કુલ 29,256 નાગરિકોને રસી આપવામાં આવી હતી.

જેમાં આટકોટ આરોગ્ય કેન્દ્ર ખાતે 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 3937, ભાડલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 1721, જીવાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 3645, કમળાપુર આરોગ્ય કેન્દ્ર ખાતે 2152, કનેસરા આરોગ્ય કેન્દ્ર ખાતે 1185, કાનપર આરોગ્ય કેન્દ્ર ખાતે 2590, લીલાપુર આરોગ્ય કેન્દ્ર ખાતે 1869, વડોદ આરોગ્ય કેન્દ્ર ખાતે 1541, જસદણ અર્બન હેલ્થ સેન્ટર ખાતે 10,616 મળી તાલુકાના 45 વર્ષથી વધુના કોરોના વિરોધી રસી લેવાપાત્ર 46,550 નાગરિકો પૈકી કુલ 29,256 નાગરિકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...