તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી માહોલ:ચલાલામાં 5, કુંડલામાં સાડાત્રણ અને વંથલીમાં અઢી ઇંચ વરસાદ

જસદણ, રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જસદણમાં દોઢ ઇંચ, ગોંડલ અને વાંકાનેરમાં અડધો ઇંચ

દક્ષિણ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આજે વ્યાપક વરસાદ નોંધાયો હતો. જેમાં ચલાલામાં 5 ઇંચ, અમરેલીમાં દોઢ ઇંચ, ખાંભામાં દોઢ ઇંચ, લીલિયામાં 1 ઇંચ, બાબરામાં 1 ઇંચ, સાવરકુંડલામાં 3.5 ઇંચ, જાફરાબાદમાં 1 ઇંચ, બગસરામાં અડધો ઇંચ અને ધારીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જૂનાગઢ જિલ્લામાં વંથલીમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ થયો હતો. આ ઉપરાંત માણાવદરમાં અડધો ઇંચ અને ભેંસાણ તેમજ જૂનાગઢ શહેરમાં ઝાપટાં પડ્યા હતા. ધીમી ધારના વરસાદને પગલે મોલાતને જીવતદાન મળી ગયું છે. તો લોકોએ બફારામાં રાહત અનુભવી છે.

જસદણમાં એક જ કલાકમાં ધોધમાર દોઢ ઇંચ, આટકોટમાં એક ઇંચ અને ગોંડલ તેમજ મોરબી જિલ્લાના વાંકાનેરમાં અડધો ઇંચ પાણી પડી જતાં લોકોને બફારામાં રાહત મળી હતી. ઉપરાંત ધોરાજી, જેતપુર, કાગવડ, વીરપુરમાં પણ છાંટા પડ્યા હતા. જેતપુરના અમરનગર પાસે ધોધમાર વરસાદના પગલે ખીરસરાની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યા હતા.ગોંડલ શહેર અને પંથકમાં બપોરના સુમારે અચાનક ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો.

જસદણ શહેર અને પંથકના આટકોટ, બાખલવડ, ગઢડીયા સહિતના આજુબાજુના ગામોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એક કલાકમાં ગાજવીજ સાથે ધોધમાર દોઢ ઈંચ વરસાદ ખાબકતા જસદણ શહેરમાં ઠેરઠેર ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતા. ખેડૂતોએ પોતાના વાડી-ખેતરોમાં વાવણીકાર્ય કરી લીધું હોવાથી આ વરસાદે ખેડૂતોને રાજી-રાજી કરી દીધા હતા. ખારી નદીમાં ઘોડાપુર આવતા બે ગામ ચિતલીયા અને નાનીલાખાવડ ગામ સંપર્ક વિહોણા થઈ ગયા હતા. બીજી તરફ મોરબી જિલ્લાના વાંકાનેરમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે અડધો ઇંચ પાણી વરસી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...