ચૂંટણી જંગ:જસદણ બેઠકના 47 મતદાન મથક સંવેદનશીલ કેટેગરીમાં મુકાયા

જસદણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભડલીના 4 , મોટાદડવાના 6 મથક ક્રિટિકલ-1 કક્ષામાં

જસદણ વિધાનસભા બેઠકમાં કુલ 47 મતદાન મથક સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. દેશમાં મુક્ત, તટસ્થ અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી અને મતદાન યોજાય તે માટે ચૂંટણી પંચ દ્વારા ભૂતકાળમાં થયેલા વિવિધ બનાવો, વિવિધ જૂથ અથડામણના ગુનાઓ વગેરે બાબતોને ધ્યાને લઈને મતદાન મથકોને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ તરીકે નોંધવામાં આવતા હોય છે.

જેને ચૂંટણી પંચ દ્વારા ક્રિટિકલ 1 અને ક્રિટિકલ 2 એમ બે ભાગમાં વહેંચવામાં આવતા હોય છે. જસદણ વિધાનસભા બેઠક માટે કુલ 261 મતદાન મથકો પૈકી 16 મતદાન મથકોને સી-1 કેટેગરીમાં તેમજ 31 મતદાન મથકોને સી-2 કેટેગરીમાં દર્શાવવામાં આવ્યા છે. આ તમામ મતદાન મથકો ઉપર સલામતીની વિશેષ કાળજી રાખવામાં આવતી હોય છે.

આટલા મથકો પર રહેશે ખાસ વોચ
જસદણ વિધાનસભા-72 બેઠક હેઠળના મોટા હડમતીયાના 2 મતદાન મથક, ગોડલાધારના 2 મતદાન મથક, ભડલીના 4 મતદાન મથક, મોટાદડવાના 6 મતદાન મથક વગેરે ક્રિટિકલ-1 કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. જ્યારે દહીંસરાના 3 મતદાન મથક, વીરનગરના 5 મતદાન મથક, શિવરાજપુરના 5 મતદાન મથક, જંગવડના 3 મતદાન મથક, સાણથલીના 5 મતદાન મથક, વડોદના 2 મતદાન મથક, સોમલપરના 2 મતદાન મથક, આંબરડીના 3 મતદાન મથક તેમજ ઓરીના 3 મતદાન મથકને ક્રિટિકલ-2 કેટેગરીમાં મુકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...