ચૂંટણી:જસદણ બેઠક પર 4 વખત અપક્ષ, 9 વાર કોંગ્રેસ અને ભાજપનો બે વાર પેટા ચૂંટણીમાં જ વિજય

જસદણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે વડીલો મતદાન મથક સુધી જઇ શકે તેમ નથી તેવા મતદારને પોસ્ટલ બેલેટની સુવિધા

જસદણ વિધાનસભા 72 બેઠકની ચૂંટણીનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે. ત્યારે જસદણ બેઠકની ભૂતકાળની ચૂંટણીની વિગતો પણ ઘણી રસપ્રદ છે. મહારાષ્ટ્રથી ગુજરાત અલગ પડ્યા બાદ ગુજરાતમાં સૌ-પ્રથમ વખત ચૂંટણી 1962 માં યોજાઇ હતી. ત્યારથી લઈ અત્યાર સુધીમાં કુલ 15 વખત ચૂંટણી યોજાઈ ચૂકી છે. જે પૈકી 4 વખત અપક્ષ વિજેતા થયા હતા. જયારે સતત પાંચ વખત કોંગ્રેસના કુંવરજી બાવળીયા વિજેતા થયા છે.

જયારે ભાજપ ફકત 2009 અને 2018 ની પેટા ચૂંટણીમાં વિજેતા થયું છે. કોંગ્રેસ 9 વાર વિજેતા થયું છે અને બે વાર સ્વતંત્ર પાર્ટી વિજેતા થઇ છે. 72 જસદણ વિધાનસભા મત વિસ્તારની બેઠકની ચૂંટણી જાહેર થતા તમામ રાજકીય પક્ષો મેદાને આવી ચુક્યા છે. હાલ જસદણ બેઠક માટે કોંગ્રેસ દ્વારા ભોળા ગોહિલને ઉમેદવાર તરીકે અને આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટના તેજસ ગાજીપરાના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. આજદિન સુધીમાં જસદણ બેઠક માટે કુલ 40 ફોર્મ ઉપડ્યા છે.

કોંગ્રેસ પક્ષ દ્વારા ભોળાભાઈ ગોહિલનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને ભાજપે કુંવરજીભાઈ બાવળીયાને ટિકિટ આપી છે ત્યારે હવે ગુરુ-ચેલા સામે ખરાખરીનો જંગ જામી શકે છે. જસદણ બેઠકમાં 1995, 1998, 2002, 2007 અને 2017 એમ પાંચ ચૂંટણીમાં જીતવાનો કોંગ્રેસના કુંવરજી બાવળીયાનો રેકોર્ડ છે. જસદણ બેઠકમાં આઝાદીથી લઈને આજ સુધીમાં માત્ર બે જ વખત પેટા ચૂંટણીમાં ભાજપ જીત્યું છે. જસદણ બેઠકમાં કુલ 15 વખત યોજાયેલી ચૂંટણીમાં ચાર વખત ઈત્તર, બે વખત પટેલ અને સાત વખત કોળી ઉમેદવાર વિજેતા બન્યા છે.

પોસ્ટલ બેલેટની સગવડ માટે ફોર્મ ડી ભરવું જરૂરી
જસદણ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં 80 વર્ષથી વધુ વયોવૃદ્ધ, અશક્ત, ચાલી ન શકતા તથા મતદાર યાદીમાં દિવ્યાંગજન તરીકે ફ્લેગ થયેલા મતદારો માટે પોસ્ટલ બેલેટની સુવિધા ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવામાં આવી છે. આ પોસ્ટલ બેલેટ માટે ફોર્મ 12-ડી ભરવું જરૂરી છે. 72-જસદણ વિધાનસભા મતક્ષેત્રમાં તા.09/11/22 સુધીમાં 8047 પોસ્ટલ બેલેટ માટે જરૂરી ફોર્મ 12-ડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી 72- જસદણ ચૂંટણી અધિકારી રાજેશ જી.આલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...