તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સામેજીત:આટકોટના એક જ પરિવારના 4 સભ્યે હિંમતથી કોરોનાને હરાવ્યો, વીરનગર કોવિડ કેરમાં સારવાર લીધી

આટકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આટકોટ ના એક જ પરિવારના ચાર લોકોને કોરોના થયો હતો પણ કોઇએ હિંમત હારી નહિ અને આ પરીવાર કોરોના ને હરાવી ઘરે આવ્યા હતા. આ પરિવારના દંપતીને બન્નેને ડાયાબિટિસની બીમારી છે તેમ છતાં બન્નેએ પુત્ર, પુત્રી સાથે કોવિડ કેર સેન્ટરમાં રહીને કોરોનાને હરાવ્યો હતો.આટકોટમા રહેતા બાવદીનભાઈ સોલંકી અને તેમના પત્ની, પુત્ર અને પુત્રી અેમ ચાર લોકો કોરોનાના સંક્રમણમાં આવી ગયા હતા.

તેમણે આટકોટ પીએચસીમા ટેસ્ટ કરાવતા તેઓ ચારેય પોઝિટિવ આવ્યા હતા પણ તેમણે વીરનગર કોવિડ સેન્ટરમા સારવાર માટે પહોંચી ગયા હતા અને તેમણે જણાવ્યું હતું કે વીરનગર કોવિડ સેન્ટરમા ડોક્ટર ટીમ દ્વારા સારી સારવાર કરવામાં આવી હતી. પતિ પત્નીને ડાયાબિટિસ હતું પણ તેમણે હિંમત નહોતી હારી અને આઠ દિવસની સારવારથી તેમણે કોરોનાને હરાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોરોના વેક્સિન આપવામાં આવે છે તે પણ લઈ લેવી જોઈએ અમે બંને એક ડોઝ લીધો હતો જેથી અમને સંકમણ ઓછું થયું હતું દરેક લોકોને વેક્સિન લેવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...