સૌંદર્યનો નિખાર:જસદણની સીમમાં પતંગિયાની 30 પ્રજાતિ જોવા મળી

જસદણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જસદણ પંથકના જાણીતા શિક્ષણવિદ્દ અને પ્રકૃતિપ્રેમી જ્યંતભાઈ મોવલીયાએ જસદણ તાલુકાના બાખલવડ, ખાનપર, કનેસરા, ફુલઝર અને દેવપરા સહિતના જુદાં-જુદાં ગામોની સીમમાં રઝળપાટ કરી પતંગીયાના અઢળક ફોટોગ્રાફ ક્લિક કર્યા હતા. રંગબેરંગી પતંગીયાનું જીણવટભર્યું નિરીક્ષણ કરતાં જેમાં જસદણ પંથકના ગામોની સીમમાં 30 જેટલી પતંગીયાઓની પ્રજાતિ જોવા મળી હતી. જસદણ પંથકની સિમોમાં વરસાદ બાદ હાલ હરિયાળી છવાઈ ગઈ છે. વૃક્ષના પાંદડે-પાંદડે સૌંદર્યનો નિખાર છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...