તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ઘેલા સોમનાથ મંદિરમાં થયેલી ચોરીમાં સિક્યુરિટી ગાર્ડ સહિત 3 શંકાના દાયરામાં

જસદણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દાનપેટીમાંથી રોકડા રૂ. 32,000 ની થઇ હતી ચોરી

જસદણ નજીકના ઘેલા સોમનાથ ખાતે ગત બુધવારે મોડી રાત્રીના જલાભિષેક માટે રાખવામાં આવેલ દાનપેટીમાંથી રૂ. 32 હજારની રોકડ રકમની ચોરીની ફરિયાદ થયા બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. તપાસ દરમિયાન સિક્યુરીટી ગાર્ડ સહિત ત્રણ વ્યક્તિ શંકાના દાયરામાં આવી ગયા હોવાથી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

જો કે કળિયુગમાં તસ્કરો પણ ભગવાનને છોડતા નથી તેના દાખલારૂપ આ ઘટના અંગે ઘેલા સોમનાથ મંદિરના વહીવટદાર અને જસદણના નાયબ મામલતદાર ભગીરથભાઈ હિંમતભાઈ કાછડીયાએ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત ગુરૂવારે વહેલી સવારે ઘેલા સોમનાથ મંદિરમાં માનદ સેવા આપતા મનુભાઈ શીલુએ તેમને મોબાઈલ કરીને જાણ કરી હતી કે મંદિરના ગર્ભગૃહમાં રાખેલી દાનપેટી ગાયબ છે. જેથી જસદણ પોલીસ તપાસ દરમિયાન ચોરી કરવામાં આવેલી દાનપેટી મંદિરના જ પરિસરમાં આવેલા ભોજનાલયના પાછળના ભાગમાં આવેલ ગેલેરીમાં તાળું તૂટેલી હાલતમાં પડી હતી. આ દાનપેટીમાંથી અંદાજે રૂ.32 હજારની રોકડ રકમની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું.

આ ઘટના અંગે પોલીસને જાણ કરતા જસદણ પોલીસનો સ્ટાફ મંદિર ખાતે આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. જે તપાસ માટે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી તપાસ શરૂ કરવામાં આવી હતી. જસદણ પોલીસ મથકના પીએસઆઈ જે.એસ.સીસોદીયા સહિતના સ્ટાફે ડોગ સ્કવોડ બોલાવી એફ.એસ.એલ સહિતની બાબતોને આધારે તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, મંદિરના સિક્યુરીટી ગાર્ડ સહિત ત્રણ વ્યક્તિઓ શંકાના દાયરામાં આવી ગયા હોવાથી તેની કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો