તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાળું તોડ્યા વગર તસ્કરી:ભંડારિયામાં ખેડૂતના બંધ મકાનમાંથી 1.77 લાખની ચોરી

જસદણએક મહિનો પહેલા
 • કૉપી લિંક

જસદણ તાબેના ભંડારીયા ગામે ધોળા દિવસે ખેડૂતના બંધ મકાનમાંથી રૂ.1.77 લાખની મતાની ચોરી થઈ હતી. જો કે ખેડૂતના ઘરમાંથી તાળાની ચાવી રેઢી મળતા કોઈ જાણભેદુની સંડોવણી હોવાની શંકાએ ભાડલા પોલીસે તપાસ હાથ ધરી હતી. મકાન માલીકે પણ આ ચોરીમાં કોઇ જાણભેદું કે નજીકની જ વ્યક્તિનો હાથ હોવાની શંકા વ્યકત કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, જસદણ તાલુકાના ભંડારીયા ગામે રહેતા અને ખેતી કામ કરતા રમેશભાઈ વાઘાભાઈ મકવાણા અને તેનો પરિવાર મકાન બંધ કરી સવારે વાડીએ ગયા હતા અને બપોરે ઘરે પરત ફરતા મકાનનું ઘરનું તાળુ ખુલેલી હાલતમાં જોવા મળ્યું હતું. જેથી ઘરમાં તપાસ કરતા ઘરના કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂ.20,000 મળી કુલ રૂ.1,77,000 ની મત્તા ચોરી થયાની જાણ થતા ભાડલા પોલીસને જાણ કરતા પીએસઆઈ એચ.ડી.હિંગરોજા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બનાવમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, જયાં ચોરી થઈ છે તે મકાનનું તાળુ પણ તુટેલ ન હતું અને ઘરમાંથી તાળાની ચાવી રેઢી મળી આવી હતી. ખેડૂત પરિવારે મકાનની જયાં ચાવી રાખી હતી ત્યાંથી ચાવી લઈ તાળુ ખોલી ચોરી કરી હોવાથી આ બનાવમાં કોઈ જાણભેદુની સંડોવણી હોવાની શંકા છે. હાલ ભાડલા પોલીસે ખેડૂત રમેશભાઈ મકવાણાની ફરીયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ગુન્હો દાખલ કરી ફરીયાદી ખેડૂતના કુટુંબીજનોની પૂછતાછ કરી ચોરીનો ભેદ ઉકેલવા કવાયત હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો