કાર્યવાહી:જસદણની સીમમાંથી જુગાર રમતા રાજકોટના 6 સહિત 16 શખ્સ ઝબ્બે

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોકડ, મોબાઇલ, બાઇક મળી રૂ. 3.12 લાખનો મુદ્દામાલ જપ્ત

જસદણના ટોબરાના ઢોરાની સીમમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા રાજકોટના 6 સહીત 16 શખ્સોને રોકડ રૂ.1.84 લાખ, મોબાઈલ ફોન-17 રૂ.58 હજાર અને ચાર બાઈક રૂ.70 હજાર મળી કુલ રૂ. 3.12 લાખના મુદ્દામાલ સાથે રૂરલ એલસીબીની ટીમે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખરાબાની જમીનમાં જુગારીઓને બોલાવી જુગારધામ ચલાવાતું હતું.

રૂરલ એલસીબી પીઆઈ વી. વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી. એસ. આઈ. એસ. જે. રાણા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે જસદણમાં આવેલ ટોબરાના ઢોરાની સીમમાં ઘોડીપાસાનો જુગાર રમતા રણજીત કાની વાઢેર, જગદીશ ઉર્ફે જગો વિભા રાતડીયા, ગોવિંદ ઉકા ગળીયા, આલા પોલા ગળીયા, જીલા ગોબર મુંધવા, બટુક નરભેરામ પંડ્યા (રહે- જસદણ લાતી પ્લોટ), વિજય કેશા વાલાણી (રહે-બોટાદ રોડ, શિવાજીપરા, શેરી નં-4, વિંછીયા), ગીરીશ હિંમત રાઠોડ (રહે-માત્રાના દરવાજો, સરકારી શાળા પાસે, વિંછીયા), સંદીપ કાનજી મચ્છીયાવા(રહે-રાજકોટ, ભાવનગર રોડ, ચુનારાવાસ થોરાળાના ખુણે), બેજુ બાબુ ચુડાસમા (રહે-રાજકોટ, ભાવનગર રોડ, ચુનારાવાસ થોરાળાના ખુણે), હરેશ દયાશંકર પંડ્યા (રહે-વીંછિયા, સત્યજીત સોસાયટી), હિતેશ ઉર્ફે બકો ભાવેશ મકવાણા (રહે- હરીપર પાળ, લોધિકા), રમેશ બાબુ મજેઠીયા (રહે-ખાટકીચોક, જસદણ), અરવિંદ હરજી મજેઠીયા (રહે-પશુ દવાખાના પાસે, જસદણ), વિજય નારણ સોલંકી (રહે-કાલાવડ રોડ, રામમંદિર પાસે, કેકેવી હોલ પાછળ) અને સાગર વિરુ સોલંકી (રહે-રાજકોટ, ભાવનગર રોડ, ચુનારાવાસ શેરી નં-5, ચંદ્રીકા પાન પાસે)ની પાસેથી રોકડા રૂ.1.84 લાખ, મોબાઈલ ફોન-17 રૂ.58 હજાર અને ચાર બાઈક રૂ.70 હજાર મળી કુલ રૂ. 3.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

રણજીત, જગદીશ જુગારીઓને ભેગા કરી જુગારનો અખાડો ચલાવતો હતો
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, આરોપી રણજીત વાઢેર અને જગદીશ રાતડીયા બધુ આયોજન કરી જુગારીઓને ભેગા કરતા હતા. જ્યારે ગોવિંદ ગડીયાની વાડી પાસે ખરાબામાં જુગારનો અખાડો જામતો હતો.

અન્ય સમાચારો પણ છે...