એકબાજુ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના છેવાડાના માનવી સુધી વીજળીની સુવિધા આપી રહ્યા હોવાની વાતો કરવામાં આવે છે. ત્યારે રાજકોટ જિલ્લાના છેવાડાના વીંછિયા તાલુકાના છાંસીયા ગામની સીમમાં આવેલ હનુમાનગઢ સીમ પ્રાથમિક શાળામાં છેલ્લા 6 મહિનાથી વધુ સમયથી 150 થી વધારે વિદ્યાર્થીઓ લાઈટના અભાવે અંધારામાં જ શિક્ષણ મેળવી રહ્યા છે. અત્યારે હાઇફાઇ ટેકનોલોજીનો સમય છે ત્યારે કોમ્પ્યુટર, લેપટોપ કે તેનો ઉપયોગ બાળકો કઇ રીતે શીખશે તે સવાલ થઇ રહ્યો છે. આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. છતાં હજી સુધી લાઈટની સુવિધા આપવામાં આવી નથી.
રિપોર્ટ મોકલવા બીજે જવાનું
શાળામાં છેલ્લા 5થી6 મહિનાથી લાઈટ જ નથી. હાલ ખેતીવાડીની જ્યોતિગ્રામની લાઈટ આપવામાં આવેલ છે અને મનફાવે ત્યારે લાઈટ આવે છે. અમે પીજીવીસીએલને 6 મહિનાથી રજૂઆતો કરીએ છીએ. લાઈટ વગર કોમ્પ્યુટર સહિતના સાધનોનો પણ ઉપયોગ થઈ શકતો નથી. અમારે ઉપર ઓનલાઈન રીપોર્ટ જે મોકલવા પડે તેના માટે ગામમાં જવું પડે છે અથવા બીજી શાળાએ જવું પડે . > ભગાભાઈ ઓળકીયા, પ્રિન્સિપાલ,હનુમાનગઢ સીમ પ્રા.શાળા, છાંસીયા.
વિદ્યાર્થીઓની આ તકલીફ સરકારને કેમ સ્પર્શતી નથી ?
એક બાજુ સરકાર એવી વાતો કરે છે કે ભણશે ગુજરાત... પણ વાસ્તવમાં ગામડાંઓની સ્થિત અલગ છે. આજે છાંસીયા ગામની સીમશાળામાં ભણતાં 150 બાળકો વાડી વિસ્તારના જ છે. એક બાજુ ટેક્નોલોજી આધારિત શિક્ષણ થઈ ગયું છે, છતાં આ શાળામાં છેલ્લા 6 મહિનાથી લાઈટ નથી. આ શાળાના શિક્ષકે અમને જાણ કરી કે શાળામાં 6 મહિનાથી વીજળી નથી. જો કે તેઓએ વીંછિયા PGVCL તંત્રને અનેકવાર જાણ કરી છે છતાં વીજળીની સુવિધા અપાતી નથી. > મુકેશભાઈ રાજપરા, કોળી સમાજના આગેવાન, વીંછિયા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.