તંત્રમાં દોડધામ:વીંછિયામાં 150 આશા બહેનોએ આવેદન આપી કેજરીવાલનું ડીપી મૂકતાં તંત્રમાં દોડધામ

જસદણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘અમારું જે સાંભળશે તે અમારી સરકાર’ મામલતદારને કહી મહિલાઓ રજા પર ઉતરી

આંગણવાડી વર્કર્સ, હેલ્પર બહેનો પગાર વધારાની માગણી સાથે સતત સરકારને લડત આપી રહી છે ત્યારે વીંછિયા તાલુકાની 150થી વધુ બહેનોએ પોતાના સંગઠન ગ્રુપનું ડીપી પોત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં રાખ્યું હતું તે બદલી નાખીને કેજરીવાલનું ડીપી રાખીને સરકાર સામે વિરોધ નોંધાવતાં આ મુદો ગરમાયો છેે. બીજી તરફ બહેનો ‘અમારું જે સાંભળશે તે અમારી સરકાર’ કહીને રજા પર ઉતરી જતાં તંત્ર પણ મુંઝાયું છે. બહેનોએ મામતલદારને આવેદન આપ્યા બાદ સરકાર સામે નવતર વિરોધ નોંધાવતાં તંત્ર વાહકોમાં પણ દોડધામ મચી છે.

જિલ્લાના વીંછિયા તાલુકાની 150 જેટલી આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા પગાર વધારાની માંગ સાથે મામલતદાર અને સી.ડી.પી.ઓ.ને આવેદન આપવામાં આવ્યું હતું. જો કે સરકારથી નારાજ 150 જેટલી આશા બહેનોએ મામલતદાર કચેરી ખાતે એકઠા થઈ સરકારની આંખ ઉઘાડવા માટે પોતાના મોબાઈલમાં વોટ્સએપના ડીપીમાં મુકેલું સંગઠનના ગ્રુપનું ડીપી બદલીને અરવિંદ કેજરીવાલનું ડીપી મૂકી નવતર વિરોધ નોંધાવતા ચકચાર મચી ગઈ હતી.

બાદમાં તમામ ઉપસ્થિત બહેનો પગાર વધારાની માંગ સાથે ત્રણ દિવસની રજા પર ઉતરી જતા તંત્ર ભારે મુંઝવણમાં મુકાઈ ગયું હતું. આ તકે આંગણવાડી-હેલ્પર બહેનોએ જણાવ્યું હતું કે આટલી મોંઘવારીમાં રૂ.7750માં ઘર નથી ચાલતું. જેથી હવે જે અમારું સાંભળશે તે અમારી સરકાર તેવું કહી તમામ બહેનોએ વિરોધ નોંધાવતા હવે રાજ્ય સરકાર શું નિર્ણય લેશે તે જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...