108:108 ટીમે હલેન્ડાની પ્રસૂતાની સફળ ડિલિવરી કરાવી

આટકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 108 એમ્બ્યુલન્સ એક કિમી જ ચાલી કે તરત સ્થિતિ ખરાબ થતા જ પ્રસૂતિ કરાવી પડી

હલેન્ડા ગામની મહિલાને ભાડલા 108 ની ટીમે ગરદન ફરતે નાળ વીંટલાયેલા બાળકની એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી કરાવી હતી. હલેન્ડા ગામની પ્રસૂતાને પ્રસુતિની પીડા ઉપડતા મહિલાને તાત્કાલિક પ્રસુતિ માટે 108માં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.પરન્તુ મહિલાને વધુ દુઃખાવો ઉપડતા  ઇ.એમ.ટી ગોવિંદભાઇ રોજાસરાએ વાનને માર્ગ ઉપર રોકી મહિલાની પ્રસુતિ કરાવી હતી.

જ્યાં ડિલિવરી સમયે બાળકની ગરદન ફરતે ગર્ભ નાળ વીંટાયેલી જોતા પ્રથમ નાળને કલેમ્પ કરી અલગ કર્યા અને ત્યારબાદ બાળક જન્મ અપાવ્યો હતો અને મહિલાને સફળ ડિલિવરી કરાવી હતી. હલેન્ડા ગામમા રહેતાં કિરણબેન નિર્મળભાઈ મુંધવાને અચાનક પ્રસુતિની પીડા ઉપડતા તેઓ  તાત્કાલિક પ્રસુતિ માટે સરધાર આવી ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે લઈ જવાની ફરજ પડી હતી જેથી108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરતા ભાડલા 108 નો સ્ટાફ તાબડતોબ સરધાર ગામે પહોચી ગયા હતાં. સારવાર માટે રાજકોટ ખાનગી  હોસ્પિટલ ખાતે લઇ જતા હતા તે દરમિયાન વધુ દુઃખાવો ઉપડતા હોસ્પિટલ પહોંચે તે પહેલા  તેઓની પ્રસુતિ 108 માંજ કરાવવાની નોબત સર્જાઈ હતી. ત્યારબાદ માતા અને પુત્રને રાજકોટ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...