તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ચણાના પાળામાં છુપાવેલી દારૂની 105 બોટલ કબજે, આરોપી ફરાર

જસદણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વીંછિયા તાલુકાના આસલપુરમાં ખેડૂતે કરી દારૂની ખેતી !

થર્ટી ફર્સ્ટ નજીક આવતા બુટલેગરો સક્રિય થયા છે. ત્યારે પોલીસે પણ બુટલેગરો ઉપર તવાઈ હાથ ધરી છે. જો કે દારૂ છુપાવવા માટે બુટલેગરો અવનવા કિમીયાઓ કરતા હોય છે. ત્યારે આ વખતે વીંછિયા તાલુકાના આસલપુર ગામની સીમમાં ખેડૂતે દારૂની ખેતી કરી હોય તેમ ચણાના પાળામાં દારૂની બોટલો વાવી હતી. પરંતુ પોલીસને બાતમી મળી જતા દરોડો પાડી 105 બોટલો વિદેશી દારૂની બોટલો કિંમત રૂ.34 હજારનો દારૂ કબજે કરી, વાડી માલિકની શોધખોળ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, વીંછિયા પોલીસ મથકના પીએસઆઈ ટી.એસ.રીઝવી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. જે દરમિયાન વીંછિયા તાલુકાના આસલપુર ગામે રહેતા સંજય ભવાનભાઈ જાદવે બોટાદ રોડ પર આવેલી પોતાની વાડીમાં ચણાના પાળામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન વીંછિયા પોલીસને વાડીમાં ચણાના પાળામાં છુપાવેલી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 105 નંગ બોટલો રૂ.34,155 મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબજે કરી આરોપી વાડી માલિક સંજય ભવાન જાદવ વિરુદ્ધ ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો