તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:નાઘેડીમાં બાઇક ચલાવવા પ્રશ્ને યુવાન પર હુમલો થયો, તલવારથી હુમલાની પિતા-પુત્ર સામે રાવ

જામનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર નજીક નાઘેડી ગામે રહેતા યુવાન પર તલવાર વડે હુમલો કરી માથાના ભાગે ઇજા પહોચાડી બેફામ ઢીંકાપાટુનો માર માર્યાની ફરીયાદ પિતા-પુત્ર સામે નોંધાઇ છે.આ હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયો હતો. જામનગર તાલુકાના નાઘેડી ગામે રહેતા અલ્તાફ ઉર્ફે બોદુ જુમાભાઇ પતાણી નામના શ્રમિક યુવકે પોતાના પર તલવાર વડે હુમલો કરી માથાના ભાગે ઇજા પહોચાડીને બેફામ ઢીંકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ કાસમ ઇસ્માઇલ પતાણી અને નવાઝ કાસમ પતાણી સામે નોંધાવી છે.આ હુમલામાં ઘવાયેલા યુવાનને તાકીદે સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડાયો હતો. ઇજાગ્રસત યુવાને સામાવાળા નવાઝને બાઇક ધીમુ ચલાવવા બાબતે કહેતા ઉશ્કેરાઇ જઇ આ બાબતનો ખાર રાખી બંનેએ એકસંપ કરીને આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો